આ વસ્તુઓના સેવનથી બચો, વધી શકે છે તમારુ શામળાપણુ
જો તમને આવુ લાગી રહ્યુ હોય કે તમારા ચહેરાની ચમક ઘટી રહી છે તો તેની પાછળ અમુક ફૂડ જવાબદાર છે. જાણો છો એવી કઈ વસ્તુઓ છે જેનુ વધુ સેવન તમારી સ્કિનને શ્યામ બનાવી શકે છે.
માર્કેટમાં આજે પણ ફેરનેસ બ્યુટી ક્રીમની બોલબાલા જોવા મળે છે. બધાની ગોરી અને ચમકતી ત્વચાની ઈચ્છા હોય છે. પરંતુ પોતાની સ્કીનનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. રંગ સાફ હોવા છતાં થોડા સમય બાદ ઘણા લોકોના ચહેરાની ચમક ફીકી પડવા લાગે છે. તેમની સ્કીનનો નિખાર ઓછો થઈને શ્યામ થવા લાગે છે. જો તમને આવુ લાગી રહ્યુ હોય કે તમારા ચહેરાની ચમક ઘટી રહી છે તો તેની પાછળ અમુક ફૂડ જવાબદાર છે. જાણો છો એવી કઈ વસ્તુઓ છે જેનુ વધુ સેવન તમારી સ્કિનને શ્યામ બનાવી શકે છે.

સંતરાનો જ્યૂસ
ઓરેન્જ જ્યૂસમાં ફાઈબર્સ નથી હોતા. આના વધુ પડતા સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નથી થતો અને શામળાપણુ વધી જાય છે.

ખાંડ
તમે ગળપણ વધારવા માટે જેટલો વધુ ખાંડનો ઉપયોગ કરશો તેટલુ તમારુ શામળાપણુ વધતુ જશે. આના વધુ પડતા સેવનથી લોહીમાં શુગરનુ સ્તર વધે છે જેનાથી ટિશ્યુઝ કોલેજનને નુકશાન થવા લાગે છે અને ત્વચાનુ ગોરાપણુ ઘટી જાય છે.

સફેદ બ્રેડ
આરોગ્ય માટે સતર્ક રહેતા લોકો બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડને પ્રાથમિકતા આપે છે પરંતુ ઘણા લોકોને આ બધાની સરખામણીએ વ્હાઈટ બ્રેડ વધુ ગમે છે. પરંતુ તમારી સફેદ બ્રેડની ઈચ્છા તમારી સ્કિનની ફેરનેસને પ્રભાવિત કરે છે. વ્હાઈટ બ્રેડના સેવનથી ઈન્સ્યુલીનનુ સ્તર વધે છે. આનાથી ત્વચમાં ઓઈલનુ ઉત્પાદન વધવાથી ચહેરાની રંગત શ્યામ થવા લાગે છે.

કૉફી
દિવસે જો તમે ત્રણ-ચાર કપ કૉફી પી જતા હોવ તો તમારી આ આદતને થોડી નિયંત્રિત કરી લો. આનાથી તમારી ત્વચા શ્યામ થઈ શકે છે. કૉફીથી હોર્મોન કાર્ટિસોલનુ સ્તર વધી જાય છે જેનાથી તમારી સ્કિન ધીમે ધીમે કાળી પડવા લાગે છે.

મસાલેદાર ભોજન
વધુ મસાલેદાર ભોજપ માત્ર આરોગ્યને જ નહિ પરંતુ ત્વચા માટે પણ નુકશાનકારક હોય છે. તીખુ ખાવાથી શરીરનુ તાપમાન વધી જાય છે જેનાથી બ્લડ વેસલ્સ ફેલાય છે અને ફેરનેસ ઘટે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
