આ 7 કારણોના લીધે મોદી છે ભાજપના તારણહાર!
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: હવે ભાજપ નરેન્દ્ર મોદીના સહારે જ ચુંટણી લડવાની તૈયારી કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરીને તે સ્પષ્ટ કરી દિધું છે. નરેન્દ્ર મોદીની દિવસે ને દિવસે દેશભરમાં લોકપ્રિયતા વધતી જાય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના મોડલ તરીકે દેશ સમક્ષ ખડું કરી દિધું છે. નરેન્દ્ર મોદી ટેક્નોલોજી પ્રિય વ્યક્તિ છે.
દેશભરના નાગરિકોને નરેન્દ્ર મોદી પાસેથી ઘણી આશા છે. લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઇ છે. લોકોને વિશ્વાસ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો દેશમાં ભ્રષ્ટાચાર ઘટશે, વિદેશ નીતિ સુધરશે, રોજગારની નવી તકો ઉભી થશે અને વિકાસની દિશામાં દેશ દોટ મૂકશે.
નરેન્દ્ર મોદીનું દ્રઢ વ્યક્તિત્વ અને તેમણે ગુજરાતમાં કરેલા વિકાસ કાર્યોને પગલે લોકોની વચ્ચે તેમની છબી વિકાસ પુરુષ તરીકે સ્થાપિત થઇ છે. ત્યારે આવો તમને જણીએ કે કયા સાત કારણોના લીધે ભાજપ માટે સાચી પસંદગી છે નરેન્દ્ર મોદી.

વિકાસ પુરૂષની પ્રતિભા
ગત 11 વર્ષોમાં ગુજરાતના વિકાસની ગાથા નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે ઘડી છે, તેનાથી દેશભરમાં એક સંદેશ ગયો છે કે તે વિકાસપ્રિય નેતા છે અને તેના માટે દિલ લગાવીને કામ કરે છે. સતત ત્રીજીવાર સત્તા મેળવનાર નરેન્દ્ર મોદીને પણ આ વાતનો એહસાસ છે. તેમને પોતાના રાજકારણને સંપૂર્ણ રીતે વિકાસ સાથે જોડી દિધું છે અને ગુજરાતની જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરી લીધો છે.

યુવાનોમાં સ્વિકૃતિ
આજે દેશમાં 60 ટકાથી વધુ વસ્તી યુવાનોની છે. યુવા દેશનું નેતૃત્વ એક ગતિશીલ અને ચુસ્ત વહિવટીકર્તાના હાથમાં સોંપવું જોઇએ. તે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકિય તથા કાયદાકીય પરિવર્તન ઇચ્છે છે. યુવાનો ઇચ્છે છે કે તેમને તેમની મનોદશાને સમજનાર નેતા મળે. તેમનો નેતા રાજનેતાની માફક નહી પરંતુ મેનેજમેન્ટ તરીકે કામ કરે. પોતાના દિલ્હી પ્રવાસમાં નરેન્દ્ર મોદીએ યુવાનોની મનોદશાને ખૂબ સારી પેટે સમજી. નરેન્દ્ર મોદીના ભાષણ પર ધ્યાન આપીએ તો મોદી બ્રાંડ અને વિકાસ પર ખૂબ મહત્વ આપે છે. નરેન્દ્ર મોદીમાં યુવાનોને આ બધી ખૂબીઓ જોવા મળે છે. સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે ચાલી રહેલા અભિયાન આ વાતની ચાડી પુરે છે.

કાર્યકર્તઓની પસંદ
ભાજપમાં કાર્યકર્ત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવાર માને છે. નરેન્દ્રને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતાં જ કાર્યકર્તાઓમાં નવો જુસ્સો પુરાઇ ગયો છે. હવે કાર્યકર્તાઓ બમણી તાકાત સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની કાર્યશૈલી યુવા કાર્યકર્તાઓને ખૂબ આકર્ષિત કરે છે.

નિકટતા વધારવામાં સક્ષમ
ગઠબંધનના રાજકારણમાં હાલમાં સૌથી મોટું સત્ય એ છે કે કોઇપણ પાર્ટી કેન્દ્રમાં પોતાના જોરે સરકાર ન બનાવી શકે. ભલે કોંગ્રેસ હોય કે ભાજપ બંનેને સાથી પક્ષોની જરૂરિયાત પડશે. નરેન્દ્ર મોદી એનડીએમાં નવા સાથીઓને જોડી શકે છે. તેમાં સૌથી પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું નામ આવે છે. ત્યારબાદ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને ઓમ પ્રકાશ ચોટાલા સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો છે. માટે એનડીએના આ જુના સાથીઓને નરેન્દ્ર મોદી સાધી શકે છે.

મમતા બેનર્જીની મજબૂરી
પંજાબ બંગાળના મુખ્યમંત્રી તથા તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જી સ્થિતીને જોતાં એમ લાગે છે કે તેમને નરેન્દ્ર મોદીનો સહારો લેવો પડશે. એફડીઆઇના વિરોધને લઇને મમતા બેનર્જીનું યુપીએ 2 સાથે છેડો ફાડવો એક બહાનું હતું. હકિકતમાં તે રાજ્ય માટે આર્થિક પેકેજની સાથે-સાથે લેણાંની વસૂલીથી છૂટવા માંગે છે પરંતુ કેન્દ્ર સરકારે ખરાબ આર્થિક હાલતનો હવાલો આપતાં આમ કરવાની મનાઇ કરી દિધી. એવામાં મમતા એનડીએમાં પોતાની સંભાવનાઓ શોધી રહી છે.

રાહુલ વર્સીસ નરેન્દ્ર મોદી
કોંગ્રેસે રાહુલ ગાંધીને મહાસચિવમાંથી ઉપાધ્યક્ષ બનાવીને આ સંકેત આપ્યા છે કે હવે પાર્ટીમાં તેમનું કદ અધિકૃત રીતે નંબર 2નું થઇ ગયું છે. આ સાથે જ પાર્ટીએ એ પણ સંકેત આપ્યા છે કે 2014ની ચુંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડશે. માટે રાહુલ ગાંધીને જો કોઇ ટક્કર આપી શકે તો તે છે નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો
વિરોધીઓ દ્વારા કરવામાં આવતા સતત હુમલાના કારણે નરેન્દ્ર મોદી હંમેશા ચર્ચામાં રહ્યાં છે. જ્યાં સાંપ્રદાયિકતાની ચર્ચા થાય છે ત્યાં નરેન્દ્ર મોદીની વાત જરૂર આવે છે. તેમને વારંવાર રમખાણો માટે કઠેડામાં ઉભા કરી દેવામાં આવે છે. એવામાં તેમની નેગેટિવ છબિ પણ તેમને ચર્ચામાં બનાવી રાખે છે અને તેનાથી મતોનું ધ્રુવીકરણ થઇ જશે.












Click it and Unblock the Notifications
