ચંદ્ર પર મળેલી આ વસ્તુ પુરી દુનિયાની વિજળીની જરૂરીયાત પુરી કરી શકે છે, જાણો શું છે આ વસ્તુ?
ભારત સહિતના તમામ દેશો વચ્ચે ફરી એક વખત સ્પેસ રેસ શરૂ થઈ ગઈ છે. વર્ષો પહેલા માણસને ઉતાર્યા બાદ ચંદ્રની અંતર બનાવી લેનારા અમેરિકાની રૂચી પણ વધી રહી છે. આ સ્થિતીમાં હવે એક એવી વસ્તુ હાથ લાગી છે, જે પૃથ્વીનું ભવિષ્ય બદલી શકે છે.
ભારતે ચંદ્ર પર ચંદ્રયાન-3 મોકલ્યું છે. હવે વૈજ્ઞાનિકોએ એક એવી વસ્તુ શોધી કાઢી છે જેમાંથી જરૂરિયાત મુજબ વીજળી ઉત્પન્ન કરી શકે છે. જો આ વસ્તુ પૃથ્વી ઉપર આવી જાય તો ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.

હાલમાં જ ચીનના વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે. 2022માં ચીનનું સ્પેસક્રાફ્ટ ચેન્જ ચંદ્રની સપાટી પરથી માટી લઈને પરત ફર્યુ હતુ. આ માટીનું વૈજ્ઞાનિકોએ લેબમાં પરીક્ષણ કર્યું તો વૈજ્ઞાનિકને સંશોધનમાં જાણવા મળ્યું કે માટીના તે કણમાં હિલિયમ-3 ની હાજરી છે.
જણાવી દઈએ કે, હિલિયમની કિંમત પૃથ્વી પર સૌથી વધુ છે. તેના 1 ગ્રામમાંથી 165 મેગાવોટ અવર્સ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. સમગ્ર દેશને 30 ટનમાં જ પુરી પૃથ્વીને વિજળી પુરી પડી જાય. એક કિલો હિલમે-3 ખરીદવા માટે લગભગ 1.5 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે.
ચીનના વૈજ્ઞાનિકો અનુસાર, ચંદ્ર પર લગભગ 1.1 મિલિયન ટન હિલિયમ-3 હોવાની સંભાવના છે. આની વીજળી બનાવવામાં આવે તો આગામી 10,000 વર્ષો સુધી સમગ્ર વિશ્વની ઊર્જા જરૂરિયાતો પૂરી કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ચંદ્રના દક્ષિણ ધ્રુવ જ્યાં ભારતે ચંદ્રયાન મોકલ્યુ છે ત્યાં સૌથી વધુ હિલિયમ 3 હોવાની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
