For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશ્વર્યજનક! અહીં ગલુડિયા સાથે થાય છે બાળકોના લગ્ન!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાયપુર, 17 જાન્યુઆરી: છત્તીસગઢના કોરબા જિલ્લામાં આદિવાસી મુંડા સમાજમાં એક અજીબોગરીબ પરંપરા આજે પણ યથાવત છે. અહીં ગ્રહ-દોષ દૂર કરવા માટે બાળકોના લગ્ન કુતરા બચ્ચા સાથે કરવામાં આવે છે. મકર સંક્રાંતિના બીજા દિવસે બુધવારે પારંપારિક ગીતો વચ્ચે દુધપીતા બાળકો સહિત પાંચ વર્ષના આઠ બાળકોના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા. બાળકોની સાથે વર-વધૂના રૂપમાં કુતરાના બચ્ચાં બેઠ્યાં હતા. ખુશનુમા માહોલમાં સમાજના લોકો ગીતો પર નાચી રહ્યાં હતા. આવું દ્રશ્ય બાલકો નગર નજીક બેલગરી નાલા વસ્તીના ઉડિયા મહોલ્લામાં દિવસભર જોવા મળ્યા હતા.

માનવામાં આવે છે કે સમાજમાં માન્યતા છે કે દુધપીતા બાળકોના ઉપરના દાંત પહેલાં ફૂટી નિકળતાં તેને ગ્રહદોષ લાગી જાય છે. એટલા માટે પાંચ વર્ષ પહેલાં આવા બાળકોના લગ્ન આ જાનવર સાથે કરવામાં આવે છે. લગ્ન પણ રીતિ-રિવાજ તથા ધામધૂમ કરવામાં આવે છે. બાળકોને વર-વધૂના રૂપમાં શણગારવાની સાથે કુતરાના બચ્ચાને પણ શણગારવામાં આવે છે. તેને માળા પહેરાવવામાં આવે છે.

child-puppy

વરઘોડો કાઢીને ગામના પાદરે બાળકોના લગ્ન કરવામાં આવે છે. વડીલો પૂજા-અર્ચનાની સાથે બાળકો તથા કુતરાને હળદર લગાવે છે. ત્યારબાદ સામાન્ય લગ્નની જેમ તેમની માંગ ભરવામાં આવે છે, આર્શિવાદ લેવામાં આવે છે. લગ્ન પુરા થતાં જ સમાજની મહિલાઓ પારંપારિક ગીત ગાતાં ગાતાં વર-વધૂને ઘરને લઇ જાય છે, જ્યાં તેમના પગ ધોવડાવીને ગૃહ પ્રવેશ કરાવવામાં આવે છે. ગલૂડિયાને ખવડાવવામાં આવે છે. ત્યારબાદ આખી રાત ઉજવણી કરવામાં આવે છે.

આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે. પૂર્વજોના જણાવ્યા અનુસાર જે બાળકોને ઉપરના દાંત પહેલાં ફૂટે છે તેમના લગ્ન કુતરાના સાથે કરાવવા અનિવાર્ય હોય છે. અહી કેટલાક વડિલોની પણ બાળપણમાં આવા લગ્ન થઇ ચૂક્યાં છે. બાળકોના પરિવારજનો પણ આ પરંપરાને નિભાવતાં ગલૂડિયાનું સ્વાગત કરે છે. તેમને ભેટ તરીકે રૂપિયા આપે છે. વર બનેલ બાળક નવવધૂ ગલૂડિયાના માથામાં સિંદૂર ભરીને લગ્નનો રિવાજ પુરો કરે છે.

સમાજમાં સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે. આમ ન કરવાથી યુવાનીમાં લગ્ન કરનારને જોડાને ગ્રહદોષ ઘેરી લે છે. પરિવારની સાથે અનિષ્ટ થવા લાગે છે. એટલું જ નહી જોડામાંથી કોઇએકના મોતની સંભાવના છે. ગલૂડિયા સાથે લગ્ન કરનાર જોડા સુખ-સમૃદ્ધિથી રહે છે.

English summary
The tribal Munda society follows a unique tradition of getting kids married to the puppies. This is not done under any pressure and the ritual is enjoyed with music and regional songs on higher notes by the villagers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X