Video : જિંગલ બેલનું ક્વાલ્લી વર્ઝન સાંભળો અહીં, વાયરલ ટ્રેન્ડ
ક્રિસમસ કોરલ તો તમે અનેક સાંભળ્યા હશે પણ શું તમે જિંગલ બેગના કવાલ્લી વર્ઝનને સાંભળ્યું છે. ના સાંભળ્યું હોય તો સાંભળો આ વીડિયોમાં અહીં.
ક્રિસમસ ભલે પૂર્ણ થઇ ગઇ હોય પણ બાળકોનું લોકપ્રિય ગીત જિંગલ બેલ, હાલ સોશ્યલ મીડિયામાં અલગ જ કારણોના લીધે ટ્રોલ થઇ રહ્યું છે. ગત 25મી ડિસેમ્બરે જાણીતા ફિલ્મ સાઉન્ડટ્રેકર માયૂખ ભૌમિકે એક ક્રિસમસ કોરલ યૂટ્યૂબ પર મૂક્યો છે. જો કે આ ક્રિસમસ કોરલની નવીનતાએ છે કે તેમાં લોકપ્રિય ક્રિસમસ ગીતને ક્વાલ્લી સાથે રિમિક્સ કરવામાં આવ્યું છે. આમ તેમાં વિદેશી અને દેશી તેમ બંન્ને સંગીતને ઉમેરી એક અનોખુ ફ્યૂઝન બહાર પાડવામાં આવ્યું છે. જેને લોકો ધીરે ધીરે પસંદ કરી રહ્યા છે. અને આ ગીત સોશ્યલ મીડિયામાં પણ ધીરે ધીરે વાયરલ થઇ રહ્યું છે.

ક્રિસમસ અને ન્યૂયર વખતે હોલીવૂડ અને બોલીવૂડમાં પણ અનેક નવા મ્યુઝિક આલ્બમ બહાર પાડવામાં આવે છે. તેમાં પણ ન્યૂયરની પાર્ટી માટે ખાસ સોંગ પણ બહાર પાડવામાં આવતા હોય છે. તે તમામની વચ્ચે ક્રિસમસ પર આ કોરલ પણ બહાર પાડવામાં આવ્યું છે. જેને લોકો પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ખ્રિસ્તીઓ નાતાલ સમયે સમૂહગાન ગાઇને નાતાલના વધામણાં કરે છે જેને ક્રિસમસ કોરલ કહેવાય છે. ત્યારે આ અનોખા અને હટકે ક્રિસમસ કોરલને સાંભળો અહીં....












Click it and Unblock the Notifications
