Viral Video : આ ગીતમાં નિરવ મોદીએ કબૂલી "મનની વાત"

નિરવ મોદીને આધાર બનાવીને એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પેડમેન ફિલ્મના એક ગીતના શબ્દોને ચેન્જ કરીને નિરવ મોદીની ઇમેજ લગાવીને આ કૌભાંડ માટે મોદી સરકારની મજાક ઉડાવવામાં આવ

દેશભરમાં પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11400 કરોડના કૌભાંડની ચર્ચા જોરશોરમાં છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી તેવો નિરવ મોદી આ કૌભાંડમાં એફઆઇઆર દાખલ થાય તે પહેલા જ દેશ છોડીને જતો રહ્યો છે. ત્યારે નિરવ મોદીને આધાર બનાવીને એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પેડમેન ફિલ્મના એક ગીતના શબ્દોને ચેન્જ કરીને નિરવ મોદીની ઇમેજ લગાવીને આ કૌભાંડ માટે મોદી સરકારની મજાક ઉડાવવામાં આવી છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે હવે મેં યુએસને જ મારું ઘર બનાવી લીધું છે. નિરવ મોદીનો આ સ્પુફ હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ જ શેયર કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે નિરવ મોદી પર હાલ સીબીઆઇ અને ઇડી કડક કાર્યવાહી કરી રહી છે. તેનું બેંક બેલેન્સ, તેના શેર અને ઝવેરાત પણ જપ્ત કરવામાં આવ્યા છે.

nirav modi

સાથે જ તેના સ્ટોર્સ પણ સીલ કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ વાતોની વચ્ચે યૂટ્યૂબ એકાઉન્ટ સ્પુફ વીડિયોએ આ વીડિયો બનાવ્યો છે. પૂજન સાહિલ દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે આજથી મારા તમામ ખર્ચા તારા થઇ ગયા છે અનેન યુએસને મેં મારું નવું ઘર બનાવી લીધું છે. આ ગીત પેડમેનના અક્ષય કુમાર અને રાધિકા આપ્ટેના લોકપ્રિય ગીત આજ સે મેરે પરથી લેવામાં આવ્યું છે. અને તેને નિરવ મોદીની હાલની પરિસ્થિતિને અનુકૂળ શબ્દો સાથે જોડીને રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ વાયરલ વીડિયો જે સોશ્યલ મીડિયામાં હાલ ખૂબ જ લોકપ્રિય અને વાયરલ થઇ રહ્યો છે તેને જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X