Vijayadashami 2022 : કોણ છે રાવણના પગ નીચે સુતેલો વ્યક્તિ? જાણો શું કહે છે પૌરાણિક કથા?
દેશભરમાં આજે વિજ્યાદશમીની ધમાકેદાર ઉજવણી કરાઈ રહી છે. રાત્રે દેશના તમામ ભાગોમાં રાવણ દહન કરવામાં આવશે. રાવણને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે.
દેશભરમાં આજે વિજ્યાદશમીની ધમાકેદાર ઉજવણી કરાઈ રહી છે. રાત્રે દેશના તમામ ભાગોમાં રાવણ દહન કરવામાં આવશે. રાવણને લઈને અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. દશેરાની ઉજવણી અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામા આવે છે. આ દિવસે ભગવાન રામ રાવણનો વધ કરે છે. આ દિવસે જ પાંડવોના 13 વર્ષના વનવાસનો અંત આવ્યો હતો અને એ પછી જ પાંડવોને તેમના શસ્ત્રોની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. આ તહેવાર ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો છે.

અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર
દશેરાના તહેવારને રાવણના વધ તરીકે યાદ કરવામાં આવે છે. આ દિવસે દેશના વિવિધ ભાગોમાં રાવણ દહન કરવામાં આવે છે. જ્યારે પણ રાવણને સિંહાસન પર બેઠેલો બતાવવામાં આવે છે ત્યારે તેના સિંહાસન પાસે નીચે કોઈ રાવણના પગમાં સુતેલુ જોવા મળે છે. જેને જોઈને લોકોના મનમાં સવાલ ઉઠે છે કે રાવણના પગ નીચે પડેલો આ વ્યક્તિ કોણ છે. લોકોના મનમાં એ સવાલ પણ ઉઠે છે કે આખરે આ વ્યક્તિ કોણ છે જે રાવણના સિંહાસન પાસે સુતો છે, જેના પગ પર રાવણનો પગ છે.

રાવણના પગ નીચે કોણ?
રાવણના સિંહાસન પાસે સુતેલા વ્યક્તિને લઈને એક પ્રાચીન દંતકથા છે. રાવણ જ્યોતિષ શાસ્ત્રનો મહાન જાણકાર હતો. તે ઈચ્છતો હતો કે તેનો પુત્ર લાંબો આયુષ્ય ધરાવતો હોય અને કોઈ દેવતા તેનો જીવ ન લઈ શકે. આ જ કારણ છે કે જ્યારે રાવણની પત્ની મંદોદરી ગર્ભવતી ત્યારે રાવણ ઈચ્છતો હતો કે તેનો પુત્ર એવા ગ્રહ નક્ષત્રમાં જન્મે કે તે પરાક્રમી, કુશળ યોદ્ધા અને તેજસ્વી બને. તેણે બધા ગ્રહોને યોગ્ય સ્થિતિમાં રહેવા કહ્યું. પરંતુ જ્યારે શનિદેવે તેનું ઉલ્લંઘન કર્યું તો રાવણે પોતાની શક્તિથી શનિદેવને પગ નીચે દબાવી દીધા.

મેઘનાદના જન્મ સમયની કથા
રાવણ ઈચ્છતો હતો કે તેનો પુત્ર લાંબો આયુષ્ય પ્રાપ્ત કરે. આ ઈચ્છાને કારણે રાવણે મેઘનાદના જન્મ સમયે તમામ ગ્રહોને સુખ અને ઉત્કર્ષની સ્થિતિમાં રહેવાનો આદેશ આપ્યો હતો. બધા ગ્રહો રાવણથી ખૂબ જ ડરતા હતા, એટલા માટે શનિ સિવાય બધા ગ્રહો સુખ અને ઉચ્ચ સ્થાને બેઠા હતા. પરંતુ શનિદેવ એકમાત્ર એવો ગ્રહ હતો જે રાવણથી બિલકુલ ડરતો ન હતો. રાવણ જાણતો હતો કે માત્ર શનિદેવ જ જીવનની રક્ષા કરે છે.

ક્રોધિત રાવણે શનિનો પગ નીચે દબાવ્યો
જ્યારે રાવણને ખબર પડી કે શનિએ આદેશનો અનાદર કર્યો છે, ત્યારે તે ખૂબ જ દુઃખી થયો. જે પછી રાવણે બ્રહ્મદંડની મદદથી શનિદેવ પર હુમલો કર્યો. શનિદેવને મારવાથી તેનો એક પગ ભાંગી નાખ્યો હતો. જે પછી રાવણે હંમેશા શનિદેવને પોતાના પગ નીચે રાખ્યા હતા. પરંતુ પાછળથી લંકા દહન સમયે વીરપુત્ર હનુમાને શનિદેવને રાવણના નિયંત્રણમાંથી મુક્ત કર્યા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
