For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની અનેક ઇમારતોમાં જળવાયેલાં છે સારાભાઈના સંભારણા

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 ઑગસ્ટ : ભારતમાં અવકાશ કાર્યક્રમના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈની આજે 94મી જન્મ જયંતી છે. તેમણે અવકાશ વિજ્ઞાનને નિત-નવા આયામો આપ્યાં. આજે જે ટેલીફોન, ટેલીવિઝન તથા મોસમ ભવિષ્યવાણી જેવી સુવિધાઓ આપણને ઉપલબ્ધ છે, તેનો શ્રેય સારાભાઈને જ જાય છે.

અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારમાં 12મી ઑગસ્ટ, 1919ના રોજ જન્મેલા સારાભાઈની અનેક સ્મૃતિઓ આજે પણ અમદાવાદની અનેક ઇમારતોમાં જળવાયેલી છે. ડૉ. વિક્રમ સારાભાઈ સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર હોય કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ), અમદાવાદ કપડા ઉદ્યોગ અનુસંધાન સંગઠન (અટીરા) હોય કે ભારતીય પ્રબંધ સંસ્થાન (આઈઆઈએમ). આ તમામ સંસ્થાઓ વિક્રમ સારાભાઈની મહેનત અને લગનની સાક્ષી છે.

પુત્રના લક્ષણ પારણે જ દેખાઈ આવે છે... ગુજરાતીની આ કહેવતને સારાભાઈએ સાચે જ ચરિતાર્થ કરી. જ્યારે તેઓ 8 વર્ષના હતાં, ત્યારથી જ તેમણે સાયકલ ઉપર વિવિધ પ્રકારના પ્રયોગો શરૂ કર્યા હતાં. ગણિત તથા વિજ્ઞાન તેમના સૌથી પ્રિય વિષયો હતાં. ભૌતિક શાસ્ત્રમાં તેમની ખાસ રુચિ હતી. 12-14 વર્ષની વયે તેમણે સ્ટીમ એંજિન બનાવી સૌને માત્ર આશ્ચર્યમાં જ નહોતા મૂક્યાં, પણ તેમની પ્રતિભાનો પરિચય પણ કરાવ્યો હતો.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

આજે છે 94મી જન્મ જયંતી

આજે છે 94મી જન્મ જયંતી

અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારમાં વિક્રમ સારાભાઈનો 12મી ઑગસ્ટ, 1919ના રોજ જન્મ થયો હતો. આજે તેમની 94મી જન્મ જયંતી છે.

આર્યભટ્ટ

આર્યભટ્ટ

ભારતે 1975માં જ્યારે પ્રથમ અવકાશ ઉપગ્રહ આર્યભટ્ટ છોડ્યું, ત્યારે સમગ્ર દેશ પોતાના વૈજ્ઞાનિકોની સફળતા ઉપર ગદ્-ગદ્ થયો, પણ આ હર્ષ પાછળ મોટો આઘાત પણ હતો. આર્યભટ્ટ પ્રોજેક્ટની પરિકલ્પના ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈએ કરી હતી, પણ જ્યારે આર્યભટ્ટનું પરીક્ષણ કરાયું, ત્યારે આ વિરલ ઘટનાને જોવાનો સૌભાગ્ય સારાભાઈને ન મળ્યો. પોતાના જીવનમાં તેમણે આર્યભટ્ટ જેવા અનેક પ્રોજેક્ટો કાર્યાન્વિત કર્યાં કે જેનો લાભ આજે દેશની પ્રજા ઉઠાવી રહી છે.

અટીરા અમદાવાદ

અટીરા અમદાવાદ

વિક્રમ સારાભાઈએ કોસ્મિક કિરણો તેમજ પરમાણુ શક્તિ શોધ ક્ષેત્રે પણ નોંધનીય કાર્યો કર્યાં. કોસ્મિક કિરણો પર પ્રયોગ માટે તેમણે હિમાલયના ઊંચા શિખરોની પસંદગી કરી. તેના માટે તેમણે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ પ્રયોગશાળાની સ્થાપના કરી. અભ્યાસ બાદ ઇંગ્લૅન્ડથી ભારત આવી તેમણે વિખ્યાત વૈજ્ઞાનિક સર સી. વી. રમણ સાથે બૅંગલુરૂ ખાતેના ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાં કોસ્મિક કિરણો અંગે અભ્યાસ કર્યો. કોસ્મિક કિરણો પર વધુ અભ્યાસ માટે તેઓ બીજી વાર ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટી ગયાં. તેમણે 1947માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી.

આઈઆઈએમ અમદાવાદ

આઈઆઈએમ અમદાવાદ

ભારતીય અવકાશ કાર્યક્રમમાં સતત સહયોગ કરનાર અમદાવાદની પીઆરએલની સ્થાપના પણ સારાભાઈએ જ કરી હતી. તેમણે ટાટા ઇંસ્ટીટ્યૂટ ઑફ ફંડામેંટલ રિસર્ચમાં ડૉ. ભાભાના ઉત્તરાધિકારી તરીકે અવકાશ વિજ્ઞાનમાં અનેક નવા આયામ તેમજ કાર્યક્રમોનો સમાવેશ કર્યો. તેમણે ભારતીય અવકાશ શોધ સંગઠન (ઇસરો)ના કાર્યક્ષેત્રનો પણ અનેકવિદ્ ક્ષેત્રે વિકાસ કર્યો.

પીઆરએલ અમદાવાદ

પીઆરએલ અમદાવાદ

બહુમુખી પ્રતિભાના માલિક વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ઉપરાંત પણ અનેક ક્ષેત્રે રસ ધરાવતા હતાં. માત્ર 28 વર્ષની વયે તેમણે કાપડ ક્ષેત્રે શોધ કરનાર અટીરાના સ્થાપના કરી. તે જમાનામાં અમદાવાદનો કાપડ ઉદ્યોગ વિશ્વવિખ્યાત હતો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા શોધ તથા પ્રશ્નોના નિવારણમાં અટીરાની મહત્વની ભૂમિકા હતી. અમદાવાદના વિશ્વવિખ્યાત આઈઆઈએમની સ્થાપનામાં પણ વિક્રમ સારાભાઈનો મહત્વનો ફાળો રહ્યો.

સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર

સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર

પુત્રના લક્ષણ પારણે જ દેખાઈ આવે છે... ગુજરાતીની આ કહેવતને સારાભાઈએ સાચે જ ચરિતાર્થ કરી. જ્યારે તેઓ 8 વર્ષના હતાં, ત્યારથી જ તેમણે સાયકલ ઉપર વિવિધ પ્રકારના પ્રયોગો શરૂ કર્યા હતાં. ગણિત તથા વિજ્ઞાન તેમના સૌથી પ્રિય વિષયો હતાં. ભૌતિક શાસ્ત્રમાં તેમની ખાસ રુચિ હતી. 12-14 વર્ષની વયે તેમણે સ્ટીમ એંજિન બનાવી સૌને માત્ર આશ્ચર્યમાં જ નહોતા મૂક્યાં, પણ તેમની પ્રતિભાનો પરિચય પણ કરાવ્યો હતો.

English summary
Great scientist of India Vikram Sarabhai's many memories are treasured in Ahmedabad. There are many buildings in Ahmedabad, which are revealing of Vikram Sarabhai. Today his 94th birth anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X