આ તસવીરો તમારો દિવસ સુધારી દેશે, બેબી સ્પાની Cutie pie!

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય મૂળની બે બહેનોએ ઓસ્ટ્રેલિયામાં એક અનોખા અભિગમ સાથે મસાજ પાર્લર અને સ્પાને ખોલ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર ખોલવામાં આવેલા આ બાથ અને મસાજ પાર્લર હાલ ઓસ્ટ્રેલિયાના લોકોમાં ખૂબ જ ફેમસ થઇ રહ્યું છે. કારણ કે આ પાર્લરમાં આવીને મમ્મી અને બેબી બન્ને ખુશ થઇ જાય છે. અનિતા યાપ અને કવિતા કુમાર નામની આ બન્ને બહેનોના આ યુનિક બેબી સ્પામાં નાના નાના ભૂલકાઓને રોયલ ટ્રીટમેન્ટ આપીને રિલેક્સ કરવામાં આવે છે.

Read also: નાના બાળકોથી શીખો જીવનને માણવાની આ કળાઓ

ત્યારે હાલ આ બહેનોએ તેમના સ્પામાં આવતા નાના ભૂલકાઓની તસવીરો તેમના અધિકૃત ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મૂકી છે. આ તમામ તસવીરો એટલી ક્યૂટ છે તે તમે જોઇને મોહી પડશો. તો જુઓ આ અનોખા સ્પાની સુપર ક્યૂટ તસવીરો અહીં. અને આ અંગે વધુ રસપ્રદ માહિતી જાણો અહીં....

બે બહેનો ચલાવે છે સ્પા!

બે બહેનો ચલાવે છે સ્પા!

અનિતા અને કવિતા નામની આ બન્ને બહેનો દ્વારા ચલાવવામાં આવતા આ સ્પામાં નાના બાળકોને મસાજ સમેત સ્પાની વિવિધ સેવાઓ આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં સૌથી પહેલીવાર ખોલવામાં આવેલા આ બેબી સ્પાએ હાલ તો અહીં ધૂમ મચાવી છે. અને મોટી સંખ્યામાં મમ્મીઓ તેમના બાળકોને લઇને અહીં પાણીમાં છબછબિયા કરવવા આવી રહી છે.

મસાજ

મસાજ

અહીં બાળકોને કેવી રીતે મસાજ કરવો તે મમ્મીઓને શીખવવામાં આવે છે. સાથે જ બાળકોને અહીં ખૂબ જ રોયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેથી નાના બાળકો મસાજ અને સ્પાના બાથ પર આરામની નીંદર માણી શકે.

બેબી સ્પા

બેબી સ્પા

અહીં નાના ભૂલકાઓને સૌથી વધુ મજા બેબી સ્પામાં આવે છે. તેમના ચહેરાની સ્માઇલ જ કહી દે છે કે કેવી રીતે આ બાળકો પાણીને એન્જોય કરી રહ્યા છે. વળી કેટલાક બાળકો તો પાણીમાં તરવા પણ લાગે છે.

બેબી સ્પા

બેબી સ્પા

ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાના પેર્થમાં આવેલી આ બેબી સ્પામાં બાળકો અને તેમની મમ્મીઓની મોટી લાઇન જોવા મળે છે. અને હસતા રમતા બાળકો અહીં આવીને મીઠી નિંદ્રા માણે છે. જેના લીધે મમ્મીઓના ચહેરા પર શાંતિની સ્માઇલ આવી જાય છે. વળી સોશ્યલ મીડિયા પર પણ આ તસવીરો હાલ ધૂમ મચાવી રહી છે.

English summary
This article is all about two sisters who started Australia's first bath and massage parlour for babies.See here the cutest photos of spa.
Please Wait while comments are loading...