For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1/3 મતદારો મતદાન વખતે લે છે બીજાની સલાહ: સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ઓક્ટોબર: જો મતદાન વ્યક્તિગત અધિકાર હોય છે, પરંતુ એક તૃતિયાંશ મતદારો આ નક્કી કરવા માટે બીજાની સલાહ પર નિર્ભર કરે છે કે મત કયા ઉમેદવારને આપવામાં આવે. આ વાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સામે આવી છે. મે-જૂનમાં એ સમજવા માટે સર્વે કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં નોંધાયેલ મતદારો કયા કારણથી ભાગ લેતા નથી અને તેની પાછળ કઇ ધારણા છે.

સર્વેમાં 25 વિધાનસભા ક્ષેત્રોના 4,736 મતદારોને સામેલ કરવામાં આવ્યા જેમાં મહિલાઓ તથા મુસ્લિમો પણ સામેલ હતા. તેમાં જાણવા મળ્યું હતું કે 35 ટકા મતદારો મતદાનને પોતાનો અધિકાર માને છે, જ્યારે 19 ટકા તેને પોતાનું દાયિત્વ સમજે છે. તેમાં સામેલ 32 ટકા લોકોએ તેને પોતાનો અધિકાર તથા દાયિત્વ જણાવ્યું હતું.

voter

84 ટકા મતદારોએ ઇવીએમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે 4 ટકાએ ઇવીએમને લઇને પોતાની ચિંતા વ્યક્ત કરી તથા ગણ્યાગાંઠા લોકોએ આ અંગે કોઇ વિચાર વ્યક્ત કર્યો ન હતો. આ ઉપરાંત 69 ટકા લોકોએ કહ્યું હતું કે ઇવીએમની સાથે મતપત્રથી તેમનો વિશ્વાસ વધશે.

બે તૃતિયાંશથી વધુ લોકોએ કહ્યું હતું કે તે ચૂંટણી દરમિયાન રાજકારણ અને ચૂંટણી સંબંધિત સમાચાર માટે ટેલીવિઝન જોવે છે. સર્વેમાં યુવા મતદારો, મહિલાઓ અને પ્રવાસીમાં નોંધણીનો દર ઓછો જોવા મળે છે.

English summary
Though casting vote is an individual's decision, around one-third voters depend on opinion of others while deciding whom to vote for, a survey conducted by Election Commission has found.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X