War effect on country : યુદ્ધથી દેશ કેટલા વર્ષ પાછળ જાય છે? જાણો શું કહે છે જાણકારો?

War effect on country : યુદ્ધ કોઈ પણ દેશ માટે લાભદાયી નથી. તે માનવતાને નુકસાન પહોંચાડે છે, મૃત્યુ અને વિનાશનું કારણ બને છે. શારીરિક અને માનસિક રીતે દેશોને નબળા પાડે છે.

યુદ્ધમાં કોઈની જીત કે હાર નથી હોતી, પરંતુ તેમાં સામેલ દરેક વ્યક્તિને તેની કિંમત ચૂકવવી પડે છે. આની અસર માત્ર યુદ્ધ કરતા દેશો પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ અન્ય દેશો પણ તેની અસરથી બાકાત રહેતા નથી.

War effect on country

હેવાય છે કે યુદ્ધથી દેશો દાયકાઓ પાછળ ધકેલાઈ જાય છે. તો ખરેખર યુદ્ધથી કેટલું નુકસાન થાય છે તે જાણવુ જરૂરી છે.

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશો દ્વારા લેવાતા પગલાંઓએ એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે કે આગળ શું થશે? શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે?

નિષ્ણાતોનું માનવું છે કે કોઈક પ્રકારની સૈન્ય કાર્યવાહી થવાની શક્યતા છે, પરંતુ પૂર્ણ યુદ્ધ બંને દેશોના હિતમાં નથી. જો કંઈક મોટું થશે તો તે બાલાકોટ જેવી કાર્યવાહી હોઈ શકે.

ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો છે. આ સ્થિતિમાં યુદ્ધની શક્યતા ઓછી છે, કારણ કે યુદ્ધ ફક્ત સેના, નૌકા કે વાયુસેના પૂરતું મર્યાદિત નથી રહેતું. આખો દેશ યુદ્ધનો ભાગ બને છે. યુદ્ધનો અર્થ છે આખા રાષ્ટ્રનું નુકસાન. તેમાં સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરિકો પણ પ્રભાવિત થાય છે.

યુદ્ધથી દેશની સામાજિક અને આર્થિક રચના પર ગંભીર અસર પડે છે. સૌથી વધુ નુકસાન અર્થવ્યવસ્થાને થાય છે. વેપાર, ઉદ્યોગો અને રોજગારી પર નકારાત્મક અસર થાય છે.

લોકોની જીવનશૈલી બદલાઈ જાય છે. ઘણા લોકો જીવ ગુમાવે છે, જ્યારે ઘણા ઘાયલ થાય છે. સામાજિક રચના પણ ખોરવાઈ જાય છે, જેના કારણે દેશનો વિકાસ અટકી જાય છે.

આ કારણોસર દેશો યુદ્ધની સ્થિતિ ટાળવાનો પ્રયાસ કરે છે. યુદ્ધથી થતું નુકસાન દાયકાઓ સુધી ભરપાઈ કરી શકાતું નથી. શાંતિ અને સંવાદ દ્વારા સમસ્યાઓનું સમાધાન શોધવું એ દેશોના હિતમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X