દેશ માટે શહીદ થનારા જવાનોને શું સુવિધા મળે છે? વિગતે જાણો તમામ બાબતો
હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં આતંકી સામે બાથ બીડવામાં ભારતીય સેનાના બે ઓફિસર અને જમ્મુ કાશ્મીર પોલીસના 1 ડીએસપી શહીદ થયા છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે દેશ માટે જાન આપનારા આ જવાનોના પરિવાર માટે સરકાર શું કરી રહી છે.
સરહદની રક્ષા કરતા દેશ માટે જવાનો શહીદ થાય છે. આ સ્થિતીમાં શહીદ પરિવારોના દર્દને કોઈ ઈચ્છે તો પણ સમજી શકતું નથી. સરકાર તે પરિવારોને અલગ અલગ રીતે આર્થિક સહાયની ખાતરી આપે છે.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર સરકાર કોઈપણ રાજ્યના સૈનિકના પરિવારને 2 લાખ રૂપિયા આપે છે, જે કાશ્મીરમાં શહીદ થાય છે. શહીદની પત્નીને હવાઈ અને રેલ મુસાફરીના ભાડામાં રાહત મળે છે. આ સિવાય સૈનિકની નોકરી મુજબ પરિવારને ગ્રેચ્યુઇટી, ફંડ અને રજાના પૈસા પણ મળે છે.
આ સિવાય આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા 10,000 રૂપિયા આપવામાં આવે છે. પરિવારને શહીદ સૈનિકના છેલ્લા પગારની બરાબર પેન્શન મળે છે. 30 હજાર રૂપિયા આર્મી સેન્ટ્રલ વેલફેર ફંડ દ્વારા આપવામાં આવે છે.
આ સિવાય શહીદ સૈનિકના પરિવારને કેન્દ્ર સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય મળે છે. સરકાર એલપીજી ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપમાં આઠ ટકા રિઝર્વેશન આપે છે.
આ સિવા શહીદના પરિવારને આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરીકે 25 લાખ રૂપિયા મળે છે અને પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં સીટો પર રિઝર્વેશન મળે છે. પીઆઈબી અનુસાર, એમબીબીએસમાં શહીદ પરિવારો માટે કુલ 42 બેઠકો અનામત છે અને બીડીએસ કોર્સમાં 3 બેઠકો અનામત છે. આ બેઠકો પર માત્ર શહીદોના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય શહીદ પરિવારોની વિધવાઓને ટ્રેન મુસાફરીમાં કન્સેશન માટે કન્સેશન કાર્ડ મળે છે.












Click it and Unblock the Notifications
