MRI અને CT Scan વચ્ચે શું તફાવત છે? મોટાભાગના લોકો નથી જાણતા
હોસ્ટિપટલમાં તમે એમઆરઆઈ અને સીટી સ્કેન વિશે ઘણુ સાંભળ્યુ હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ બન્નેમાં શું તફાવત છે તે મોટાભાગના લોકો નથી જાણતા.
એમઆરઆઈ અને સીટી સ્કેન વચ્ચે મોટો તફાવત છે અને બન્નેને ચોક્કસ સ્થિતીમાં કરવામાં આવે છે. એમઆરઆઈ અને સીટી સ્કેન બંને મેડિકલ ટેસ્ટ વિશે આજે અમે તમને વિગતે જણાવવાના છીએ.

એમઆરઆઈ
એમઆરઆઈનું પુરૂ નામ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ છે. આ એક મેડિકલ ઇમેજિંગ ટેકનિક છે, જેની મદદથી આપણા શરીરની અંદરની તસવીરો લેવામાં આવે છે. ત્યારપછી તે તસવીરો પરથી શરીરમાં વિકસી રહેલા રોગની ખબર પડે છે. મગજ સંબંધિત રોગોને શોધવા માટે તેનો ઉપયોગ મહત્વપૂર્ણ છે.
MRI શરીરના અંદરના ફોટો માટે ચુંબકીય અને રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. સોફ્ટ ટીશ્યુ ઇમેજિંગ માટે આ ટેસ્ટ વધુ સારો છે. સામાન્ય રીતે મગજ, કરોડરજ્જુ અને અવયવોની વિગતવાર તપાસ માટે વપરાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સાંધા, મગજ, કાંડા, પગની ઘૂંટી, છાતી, હૃદય અને રક્તવાહિનીઓનું પરીક્ષણ કરવા માટે થાય છે.
સીટી સ્કેન
સીટી સ્કેન એટલે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન. આ પણ એક મેડિકલ ઇમેજિંગ ટેકનિક છે. તે આપણા શરીરની અંદરના અવયવોના નાના ફોટો લઈને તેનો અભ્યાસ કરવામાં મદદ કરે છે. આ એક પ્રકારનો ત્રિ-પરિમાણીય એક્સ-રે છે.
આ સ્કેનમાં એક્સ-રે અને કોમ્પ્યુટરની મદદથી આપણા શરીરની ક્રોસ સેક્શનલ ઇમેજ બનાવવામાં આવે છે, જે શરીરમાં વિકસી રહેલા રોગને સમજવામાં મદદ કરે છે. સીટી સ્કેન હાડકાંને જોવામાં વધુ સારા છે અને ઘણીવાર કટોકટીમાં ઉપયોગમાં લેવાય છે. તે એક્સ-રે કરતાં વધુ વિગતવાર અને સ્પષ્ટ ફોટો આપે છે.
એમઆરઆઈ અને સીટી સ્કેન વચ્ચેનો તફાવત
એમઆરઆઈ અને સીટી સ્કેન વિવિધ ઇમેજિંગ સિદ્ધાંતો પર કામ કરે છે. એમઆરઆઈ આપણા શરીરની અંદરના ચિત્રો લેવા માટે ચુંબકીય અને રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. જ્યારે સીટી સ્કેનમાં એક્સ-રેનો ઉપયોગ શરીરની અંદરના અવયવોની ક્રોસ સેક્શનલ ઈમેજ બનાવવા માટે થાય છે.
સીટી સ્કેન વારંવાર ન કરાવવું જોઈએ. આવું કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ એમઆરઆઈ પુનરાવર્તિત ઇમેજિંગ માટે સલામત માનવામાં આવે છે. સીટી સ્કેન હાડકાં જોવા, કેલ્સિફિકેશન શોધવા અને આખા શરીરને ઝડપથી સ્કેન કરવા માટે સારૂ છે. જ્યારે એમઆરઆઈ મગજ, સ્નાયુઓ અને અંગો જેવા નરમ પેશીઓ માટે સારું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
