શું છે રેન્સમ વાયરસ? તેનાથી કઇ રીતે બચશો?
આ રેન્સમવેર શું છે અને તેનાથી તમારા કમ્પ્યુટરને કઇ રીતે બચાવશો? જાણો અહીં..
છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં રેન્સમ વાયરસ અટેકની ખબરો સાંભળવા મળી રહી છે. આ વાયરસને કારણે ટેક્નોલોજી વિશ્વમાં જાણે તોફાન આવ્યું છે, ભારત કે ગુજરાત, આ વાયરસના તોફાનમાંથી કોઇ બાકાત નથી. અમદાવાદ, રાજકોટ, નવસારી જેવા શહેરોમાં આ વાયરસ ત્રાટકવાની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદના સાયબર ક્રાઇમ દ્વારા આ વાયરસથી બચવા માટેનો હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાયો છે.
હેલ્પલાઈન નં:- 07922861917, 07925398549
દુનિયાના કોઇ પણ કમ્પ્યુટર માટે આ વાયરસ જોખમરૂપ સાબિત થઇ શકે છે. આ રેન્સમવેર શું છે અને તેનાથી તમારા કમ્પ્યુટરને કઇ રીતે બચાવશો? જાણો અહીં..

ક્યાંથી આવે છે વાયરસ?
- રેનસમ વાયરસની કોઇ એક પેટર્ન નથી. તે અલગ-અલગ સર્વરથી, અલગ-અલગ લીંકથી તમારી સીસ્ટમ, સર્વર કે ડિવાઇઝ પર હાવી થઇ શકે છે.
- આ વાયરસ jpeg, gif, xls, word જેવા અનેક ફોર્મેટ સાથે લિંક અપ થઇ તમારી સિસ્ટમમાં આવી શકે છે.
- અમુક વાર આવી ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલોને આ વાયરસ માલવેર બનાવી દે છે, જેથી તમે જ્યારે તે ઓપન કરવાનો પ્રયત્ન કરો ત્યારે વાયરસ ચાલુ થઇ જાય છે.
- હવે આપની સક્રિન પર રેન્સમનો મેસેજ આવે છે, જે કહે છે કે 5 દિવસમાં આટલા રૂપિયા(બીટકોઇન) આપો અને આપનો ડેટા પાછો મેળવો. નિર્ધારિત સમયમાં બીટકોઇન ન આપનાર પાસેથી વધુ બીટકોઇનની માંગણી થાય છે. જે પૂર્ણ ન થતા ક્મ્પયુટરનો તમામ ડેટા ડીલિટ થઇ જાય છે.
- પેન ડ્રાઇવનો ઉપયોગ ટાળો
- અજાણ્યા આઇડી પરથી આવેલ ઇ-મેઇલ ન ખોલવો
- જાણીતા આઇડી પરથી આવેલ નવીન પ્રકારના વિષયોવાળા ઇ-મેઇલને અવગણો
- નવી વેબસાઇટો સર્ફ કરવાનું ટાળો
- રોજનું રોજ બેકઅપ લો
- ઓનલાઇન બેકઅપ પર ભરોસો ન રાખો
- અગત્યના ડેટા સાચવતી સિસ્ટમનું નેટ કનેક્શન રાખવું જરૂરી ન હોય તો ન રાખો
- લોભામણી વોટ્સએપ પોસ્ટ પર વિચાર્યા વગર ક્લિક ન કરો
- રેન્સમ વાયરસ જો તમારા કોમ્પ્યુટરમાં આવે તો તે કોમ્પ્યુટર તુરંત બીજી સીસ્ટમથી અલગ કરી નાંખો.
- વિશ્વાસપાત્ર વાયરસ કંટ્રોલ સોફ્ટવેર રાખો અને તેને હંમેશા ઓન રાખો

કઇ રીતે કામ કરે છે રેન્સમવેર?
આ વાયરસ તમારી સિસ્ટમની અમુક ફાઇલ કે ફોલ્ડર, જે તમે રોજ યુઝ કરતા હોવ, તે શોધે છે. તે ક્મ્પ્યુટરમાં ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલ ચેક કરે છે અને તે ફાઇલનું ફોર્મેટ ચેન્જ કરી નાંખે છે. આ કારણે જ્યારે તમે તે ફાઇલ કે ફોલ્ડર ફરીથી ઓપન કરવા જાઓ તો ખોલી નહીં શકો. ઘણા કિસ્સાઓમાં યૂઝર્સ પોતાની ફાઇલ-ફોલ્ડર શોધી પણ નથી શકતા. આની પાછળનું કારણ છે રેન્સમવેર વાયરસ.

ખંડણી માંગતો વાયરસ

રેન્સમવેરથી બચવા માટે...
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
