જૂના Mobileથી કેવી રીતે લૂંટાય છે લોકો, ચોંકાવનારો ખુલાસો
આજકાલ ઝડપથી મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ અને અન્ય સ્ટોરેજ ડિવાઈસ બદલી નાખવાનું ચલણ છે. જેવું નવું મોડેલ માર્કેટમાં આવે કે લોકો જૂનું મોડેલ વેચી નાખે છે.
આજકાલ ઝડપથી મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ અને અન્ય સ્ટોરેજ ડિવાઈસ બદલી નાખવાનું ચલણ છે. જેવું નવું મોડેલ માર્કેટમાં આવે કે લોકો જૂનું મોડેલ વેચી નાખે છે. પરંતુ જ્યારે તમે જૂનો મોબાઈલ ફોન કે અન્ય સ્ટોરેજ ડિવાઈસ વેચો છો તો તમારી અંગત માહિતી ચોરી થવાનું જોખમ સર્જાય છે. કારણ કે આ ડિવાઈસમાં રહેલી તમારી અંગત માહિતી ડિવાઈસ વેચતા જ બીજા પાસે જતી રહે છે. આ માહિતી બીજા વ્યક્તિને મળ્યા બાદ તે તમારા માટે નુક્સાનદાયક બની શકે છે. દેશમાં થયેલા એક સર્વેમાં 10માંથી 7 લોકો પર મોબાઈલ બદલ્યા બાદ ડેટા ચોરી કરવાનો ખતરો સર્જાય છે.

70 ટકા કેસમાં હોય છે ખતરો
ભારતમાં જૂના મોબાઈલ અને અન્ય કોઈ સ્રોજેટ ડિવાઈસ બદલ્યા બાદ 10માંથી 7 લોકોની ડેટાચોરીનો ખતરો સર્જાય છે. ડેટા સુરક્ષા મામલે વિશેષજ્ઞ કંપની સ્ટેલર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે ડિવાઈસમાં રહેલો ડેટા ગમે ત્યારે ખતરનાક લોકોના હાથમાં પડી શકે છે. તેનાથી ઓળખના પુરાવાની ચોરી, નાણાકીય ફ્રોડ, વ્યક્તિગત સુરક્ષાનો ખતરો સર્જાય છે.
અધ્યયનમાં સામે આવી માહિતી
જૂના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર સ્ટેલરે કરેસા રિસર્ચમાં ખુલાસો થયો છે કે ડેટા ચોરીના વેપારથી ખતરો સર્જાઈ શકે છે અને નાણાકીય રિપોર્ટ, વ્યાપારિક સમજૂતીઓ, બૌદ્ધિક સંપત્તિ, કારોબારી માહિતી અને અન્ય ખાનગી માહિતીનો દુરુપયોગ થઈ શકે છે. સ્ટેલરના સહ સંસ્થાપક અને નિર્દેશક મનોજ ધીંગરાએ કહ્યું,'ગ્રાહકોમાં જાગૃતિનો અભાવ હોવાને કારણે સાયબર ક્રાઈમ વધવાનો ખતરો સર્જાયો છે. જૂના આઈટી સામાન હટાવતા સમયે સુરક્ષા માટે લોકો અને સંગઠનોનો ડેટા યોગ્ય રીતે ડિલીટ કરવાની જરૂરી છે. કારણ કે આમ ન કરવાથી તમારી ખાનગી માહિતી ચોરાઈ શકે છે. '
જૂની સ્ટોરેજ ડિવાઈસમાં મળી ખાનગી માહિતી
દેશમાં સ્ટેલરની પ્રયોગશાળામાં થયેલા રિસ્ચ દરમિયાન 300 જૂના ડિવાઈસને સામેલ કરાયા હતા. જેમાં હાર્ડ ડ્રાઈવ, મેમરી કાર્ડ, મોબાઈલ ફોન સામેલ હતા. જેના વિશ્લેષણમાં સામે આવ્યું કે 71 ટકા ડિવાઈસમાં ખાનગી ડેટા, વ્યક્તિગત ઓળખના પુરાવા અને સંવેદનશીલ માહિતી હતી. રિપોર્ટમાં જૂના ડિવાઈસ વેચતા સમયે ડેટા ડિલીટ કરવાની સલાહ અપાઈ છે.
આ પણ વાંચો: Reliance Jio એ માત્ર અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો












Click it and Unblock the Notifications
