WhatsApp Edit Feature : હવે એડિટ કરી શકાશે મેસેજ, જાણો WhatsApp નું Edit ફિચર

WhatsApp Edit Feature : વોટ્સએપ પર એક મોટું ફિચર આવવાનું છે. આ સુવિધા હાલમાં વિકાસના તબક્કે છે. આવનારા ફિચરમાં મોકલેલા મેસેજને એડિટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આવો જાણીએ તેના વિશે...

WhatsApp Edit Feature : વોટ્સએપ પોતાના યુઝર માટે સમાયાંતર નવા નવા ફિચર્સ લાવતું રહે છે. તાજેતરમાં વોટ્સએપ iOS માટે પિક્ચર-ઇન-પિક્ચર મોડ, કેપ્શન સાથે મીડિયા ફોરવર્ડ મીડિયા, સેલ્ફ મેસેજ અને અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. WhatsApp હજુ પણ વધારે ફિચર એડ કરતું રહે છે. WhatsAppનું એક ફિચર હાલ ડેવલોપમેન્ટ સ્ટેજમાં છે. આ ફિચર દ્વારા સેન્ટ મેસેજ એડિટ કરી શકશો.

WhatsApp Edit Feature

WhatsApp Edit Feature

Wabetainfo અનુસાર, WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે મોકલેલા મેસેજને એડિટ કરવાનો વિકલ્પ આપે છે. રિપોર્ટ જણાવે છે કે, 'WhatsApp એપના ભવિષ્યના અપડેટ્સ માટે મેસેજ એડિટ કરવાની ક્ષમતા લાવવા પર કામ કરી રહ્યું છે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂઝર્સ 15 મિનિટની અંદર મોકલેલા મેસેજને એડિટ કરી શકશે.

કોઈપણ ભૂલો એડિટ કરી શકાશે

કોઈપણ ભૂલો એડિટ કરી શકાશે

આ ફીચરની મદદથી યુઝર્સ મેસેજમાં કોઈપણ ભૂલને એડિટ કરી શકશે અથવા મૂળ મેસેજમાં વધુ માહિતી ઉમેરી શકશો. આ ફીચર ત્યારે કામમાં આવશે, જ્યારે કોઈ આખો મેસેજ ડિલીટ કરવા માંગતા નથી, પણ તેના બદલે માત્ર થોડા શબ્દોને એડિટ કરવા માંગે છે.

iOS ડિવાઇસ પર ઇમેજની ક્વોલિટી બદલવાનો ઓપ્શન

iOS ડિવાઇસ પર ઇમેજની ક્વોલિટી બદલવાનો ઓપ્શન

આ ફિચર માત્ર લેટેસ્ટ વર્ઝન પર ચાલશે અને માત્ર મેસેજ એડિટ કરવાનો વિકલ્પ આપશે. મીડિયા કેપ્શનને નહીં. સૌથી પહેલા iOS યુઝર્સ આ સુવિધા મેળવી શકે છે, ત્યારબાદ એન્ડ્રોઈડ યુઝર્સને મળશે.

આ દરમિયાન WhatsApp iOS યુઝર્સ માટે એક નવી ફેસિલિટીનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે યુઝર્સને iOS ઉપકરણો પર ઇમેજની ક્વોલિટી બદલવાની પણ મંજૂરી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X