WhatsAppએ રજૂ કર્યા 3 શાનદાર ફિચર્સ, WhatsApp માં જ એડિટ કરી શકાશે ફોટો
સ્ટીકર સઝેશન અને પ્રિવ્યું લિંક વિકલ્પ અન્ય બે ફિચર્સ કે જે ફક્ત WhatsApp મોબાઇલ એપ્લિકેશન માટે શરૂ કરવામાં આવી હતી.
WhatsAppએ ત્રણ નવા ફિચર્સ રજૂ કર્યા છે. કંપનીએ WhatsApp માટે બે ફિચર્સ અને એક વોટ્સએપ વેબ વર્ઝન માટે જાહેરાત કરી છે, જે યુઝર્સને તે ફોટા મોકલતા પહેલા એડિટ કરી શકશે. સ્ટીકર સઝેશન અને પ્રિવ્યું લિંક વિકલ્પ અન્ય બે ફિચર્સ કે જે ફક્ત WhatsApp મોબાઇલ એપ્લિકેશન માટે શરૂ કરવામાં આવી હતી.
મિત્રો અને પરિવારના સંપર્કમાં રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે લોકો
નવા ફિચર્સ રજૂ કરવા પર WhatsAppએ કહ્યું, ઉલ્લેખનીય છે કે, તમારી જાતને વ્યક્ત કરવામાં આરામદાયક લાગવું એ એક મહત્વપૂર્ણ ભાગ છે કે, લોકો શા માટે તેમના મિત્રો અને પરિવારના સંપર્કમાં રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે.
વોટ્સએપે 3 નવા ફિચર્સ રજૂ કર્યા છે
તેમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં અમે તમારી કેટલીક ફિચર વિનંતીઓનો જવાબ આપવા અને તમને શક્ય તેટલો શ્રેષ્ઠ અનુભવ આપવા માટેWhatsApp માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
મેટા માલિકીની (અગાઉની ફેસબુક) કંપની WhatsApp એ તેના ત્રણેય ફિચર્સ ડેસ્કટોપ ફોટો એડિટર, સ્ટીકર સજેશન અને પ્રિવ્યૂ લિંક ટ્વિટર પર શેર કરી છે.
વોટ્સએપ વેબ ડેસ્કટોપ ફોટો એડિટર
આ અગાઉ યુઝર્સ એપ્લિકેશન દ્વારા સીધા જ ગેલેરીમાંથી તેમના ફોટા મોકલી શકતા હતા અને કટ, રોટેટ, ઇમોજી અથવા સ્ટીકર્સ અને ટેક્સ્ટ ઉમેરીને એડિટ કરી શકતાહતા.
WhatsApp ના નવા ડેસ્કટોપ ફોટો એડિટર સુવિધા સાથે યુઝર્સ હવે તેમની સિસ્ટમમાંથી ઇમેજ મોકલતા પહેલા WhatsApp વેબ વર્ઝન દ્વારા સમાન એડિટકરી શકે છે.
સ્ટીકર સઝેશન
આ સંદેશ મોકલતી વખતે ઇમોટિકોન્સનો ઉપયોગ કરવા માટેના સજેશન મેળવવા જેવું જ છે, પરંતુ નવી સુવિધા તમને તમારી વાતચીત અનુસાર સ્ટીકર્સનું સૂચનકરશે.
ઉદાહરણ તરીકે જો તમે હસવા માટે 'હાહા' ટાઈપ કરો છો, તો તે આપમેળે તમને હાસ્ય સ્ટીકર પસંદ કરવાનો વિકલ્પ આપશે.
પ્રિવ્યુ લિંક સુવિધા
અપડેટ કરેલી પ્રિવ્યુ લિંક વિકલ્પ પ્રેષક અને પ્રાપ્તકર્તાને લિંક મોકલવા વિશે વધુ વિગતો પ્રદાન કરશે.
તે તમને લિંક પર ક્લિક કરતા પહેલા તેના વિશે જાણવામાં પણમદદ કરશે, જે ખાતરી કરશે કે તમે કોઈ ખોટી લિંક પર ક્લિક તો નથી કરી રહ્યા.
આ રીતે હવે તમે વોટ્સએપ વેબમાં ફોટોને સરળતાથી એડિટ કરીને આગળના ભાગમાંમોકલી શકશો.