For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે રોમમાં બાપૂ અને મુસોલિનીનો થયો હતો આમનો-સામનો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ઓક્ટોબર: દુનિયાને સત્ય અને અહિંસાના અદભૂત પ્રયોગથી અભિભૂત કરનાર મહાત્મા ગાંધી અને ઇટાલીના તાનાશાહ બેનિટો મુસોલિની રોમમાં લગભગ 10 મિનિટ સુધી એક કાર્યક્રમમાં સાથે રહ્યાં હતા. બંને એક બીજાને જોયા પરંતુ બંને વચ્ચે કોઇ વાતચીત ન થઇ. રોમના પ્રવાસ દરમિયાન બાપૂએ મુસોલિનીના નેતૃત્વવાળા દેશની સરકારી મહેમાનગતિ સ્વિકારી નહી. 24 ઓક્ટોબર 1940ના રોજ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરને લખેલા પત્રમાં બાપૂએ રોમ યાત્રા દરમિયાન મુસોલિની સંબંધિત કાર્યક્રમમાં હાજર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ફ્રાંસિસી ઈતિહાસકાર રોમા રોલાંએ પોતાના પ્રવાસ વૃતાંતમાં તેનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે આજે છ ડિસેમ્બર 1931 અને સોમવાર છે. મહાત્મા ગાંધીની સાથે મારી યૂરોપની સ્થિતી પર ચર્ચા થઇ રહી છે. બીજા દિવસે અમારે રોમ પહોંચવાનું છે. તેમને લખ્યું, રોમ નજીક પહોંચીને મહાત્મા ગાંધીએ પોપ અને મુસોલિની સાથે મળવાની ઇચ્છા વ્યક્ત કરી.

રોમા રોલાંએ બાપૂની પોપ સાથેની મુલાકાત કરવા બદલ કોઇ આપત્તિ વ્યક્ત ન કરી પરંતુ મહાત્મા ગાંધી મુસોલિનીને મળે તેમાં તેમને વાંધો હતો. તેમને લખ્યું, રોમમાં ગાંધીએ મુસોલિનીને જોઇયા. તેમની વાત ન થઇ. બાપૂએ રાજ્યના રાજ્યની મહેમાનગતિ સ્વિકારી નહી. તે રોમમાં જનરલ મોરિસના ત્યાં રોકાયા. જનરલ મોરિસ રોમા રોલાંના મિત્ર હતા. ત્યારબાદ આગામી બે દિવસ બાપૂએ લુસાને અને જિનીવામાં લોકોને સંબોધિત કર્યા.

મુસોલિનીએ ગાંધીની કરી પ્રશંસા

મુસોલિનીએ ગાંધીની કરી પ્રશંસા

લેખક રોમા હાઇન્સે 'સુભાષ ચંદ્ર બોઝ ઇન નાઝી જર્મની'માં પણ મહાત્મા ગાંધીના રોમ પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. રોમા હાઇન્સે લખ્યું, યુરોપ યાત્રાના ક્રમમાં બાપૂ રોમમાં આવ્યા હતા. ગાંધીએ અહીં મુસોલિનીને જોયા અને તેમની વાત ન થઇ. તેમને લખ્યું કે મુસોલિનીએ એકવાર મહાત્મા ગાંધીની પ્રશંસા કરતાં તેમને 'વિદ્રાન અને સંત' કહ્યા હતા.

જોર્જ બર્નાડ શો અભિભૂત થઇ ગયા

જોર્જ બર્નાડ શો અભિભૂત થઇ ગયા

જલગાંવ સ્થિત ગાંધી આંતરરાષ્ટ્રીય અધ્યન તથા રિસર્ચ સંસ્થાના પ્રો. યોગેન્દ્ર યાદવે કહ્યું કે બીજા ગોલમેજ સંમેલનમાં ભાગ લીધા બાદ મહાત્મા ગાંધી પોતાની યૂરોપ યાત્રાના ક્રમમાં રોમ ગયા હતા. અહીં કોઇ એક કાર્યક્રમમાં મુસોલિની અને બાપૂ એક જ સ્થાન પર હતા. યૂરોપ યાત્રાના ક્રમમાં બાપૂને જોઇને સાહિત્યકાર જોર્જ બર્નાડ શો અભિભૂત થઇ ગયા હતા.

એક વ્યક્તિ નહી પરંતુ અદભૂત ઘટના

એક વ્યક્તિ નહી પરંતુ અદભૂત ઘટના

ત્યારબાદ એક સાક્ષાત્કારમાં બર્નાડ શૉને જ્યારે બાપૂ વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે તે એક વ્યક્તિ નહી પરંતુ અદભૂત ઘટના (ફેનોમેના) છે. તમે મને આ સ્થિતીમાંથી બહાર નિકળવા માટે થોડો સમય આપો.

ગાંધીજીને અભિભૂત થયા

ગાંધીજીને અભિભૂત થયા

પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન લ્યાડ જોર્જે સરેમાં પોતાના ફાર્મ હાઉસમાં મહાત્મા ગાંધીને આમંત્રિત કર્યા હતા જ્યાં તેમની ત્રણ કલાક સુધી વાતચીત થઇ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં તેમને મળવા માટે કર્મચારીઓ આવ્યા હતા. બધા તેમને મળીને અભિભૂત થયા હતા.

English summary
Mussolini hailed Gandhi as a 'genius and a saint,' admiring Gandhi's ability to challenge the British Empire. Hayes wrote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X