સોનિયા માટે ડ્રાઇવર બન્યા રાહુલ, જીતનો પુરો વિશ્વાસ
રાયબરેલી, 2 એપ્રિલ: મોટાભાગે ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ભાષણ આપતાં જોવા મળતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને બધાએ જોયા હશે પરંતુ જ્યારે 43 વર્ષીય રાહુલ ગાંધી પોતાની માતાના ડ્રાઇવર બનીને તેમની સાથે રાયબરેલી પહોંચ્યા તો કદાચ આ પ્રથમ અવસર હતો જ્યારે તેમનું આ રૂપ જનતાને જોવા મળ્યું.
રાયબરેલી અને અમેઠી બંને જ ગાંધી પરિવારના મુખ્ય ગઢ રહ્યાં છે અને સોનિયા ગાંધી ચોથી વાર લોકસભાની ચૂંટણી લડવા જઇ રહ્યાં છે. બધાને આશા છે કે ગાંધી પરિવારના રાયબરેલી અને અમેઠીના કિલ્લાઓને ધરાશય કરવા એક આકરો પડકાર છે.
સોનિયા ગાંધી સવારે લગભગ 11.30 વાગે રાહુલ ગાંધી સાથે રાયબરેલી પહોંચ્યા. અહીંયા ઉમેદવારી પત્ર પહેલાં તેમણે પૂજા કરી અને પછી આગળ વધ્યા. સફેદ એસયૂવી જેનું સ્ટેયરિંગ રાહુલ ગાંધીના હાથમાં હતું અને ક્યાંક ને આ કોંગ્રેસમાં આગામી દિવસોમાં રાહુલની ભૂમિકાને વ્યક્ત કરી રહ્યું હતું.
રાયબરેલીની ગલીઓમાંથી પસાર થતાં એસયૂવી કલેક્ટર ઓફિસ પહોંચી જ્યાં સોનિયા ગાંધીએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું. જ્યાં પણ ગાડી રોકાઇ ત્યાં ફૂલો વડે સોનિયા ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે સુરક્ષા કોઇ ચૂક ન થઇ જાય.
એક તરફ રાહુલ ગાંધી ઉમેદવારી વખતે પોતાની માતા સાથે હાજર રહ્યાં તો બીજી તરફ લોકોને એ જોઇને આશ્વર્ય થયું કે પ્રિયંકા પોતાની માતા સાથે કેમ ન હતી પરંતુ સૂત્રોનું માનીએ તો રાયબરેલીમાં પોતાની માતા માટે ચૂંટણી પ્રચારની જવાબદારી પ્રિયંકાના ખભા પર હશે. રાયબરેલીથી ભાજપના અજય અગ્રવાલને લોકસભાની ટિકીટ આપવામાં આવી છે. પહેલાં ચર્ચા થઇ રહી હતી કે ઉમા ભારતી સોનિયા ગાંધી વિરૂદ્ધ ચૂંટણીમાં ઉભી રહેશે.

તુઝે સબ હૈ પતા મેરી મા
જ્યારે રાહુલ ગાંધીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તેમનું નિવેદન હતું, 'મારી માતા મારી પાસે આવી અને રડી,' ચર્ચાનો વિષય બની ગયું હતું.

રાહુલને મળશે મોટી જવાબદારી
જાણકારો માને છે કે જો આગામી ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો નિર્વિવાદ રીતે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદની જવાબદારી આપવામાં આવશે. જે પ્રકારે રાહુલ ગાંધીનું ગત એક વર્ષમાં વધ્યું છે તેનાથી ઇશારો સ્પષ્ટ છે.

સુરક્ષા હેઠળ ગાંધી પરિવાર
રાહુલ અને સોનિયા ગાંધીની સાથે રાયબરેલી સુરક્ષા ઘેરો ઉપલબ્ધ હતો. સુરક્ષાકર્મીઓ અને કેટલાક નેતાઓ સિવાય કોઇને પણ તેમની આસપાસ ભટકવાની પરવાનગી ન હતી.

વધતી જાય છે લોકપ્રિયતા
ભલે ભાજપને ઉત્તર પ્રદેશમાં આ વખતે ફાયદો મળે પરંતુ રાયબરેલીમાં ગાંધી પરિવારની લોકપ્રિયતા પર કોઇ અસર નહી પડે. જાણકારોના અનુસાર ચૂંટણીમાં આ વખતે ઓઅણ સોનિયા ગાંધીનું પલ્લુ ભારે છે.

ઉમટી પડ્યું લોકોનું ટોળું
સોનિયા ગાંધી જ્યારે રાયબરેલી પહોંચી તો ઉમેદવારી પત્ર દાખલ કરવા સુધી રસ્તામાં લોકોનું ટોળું તેમનું સ્વાગત કરવા માટે હાજર હતું.

ફૂલો વડે લોકોએ કર્યું સ્વાગત
સોનિયા ગાંધી જ્યાં પણ ગઇ લોકોએ ફૂલો વરસાવી સોનિયા ગાંધીનું સ્વાગત કર્યું.

રાહુલ, સોનિયાના ચહેરા પર જીતની આશા
ઉમેદવારી પત્ર ભર્યા બાદ જ્યારે સોનિયા અને રાહુલ મીડિયાને સંબોધિત કરવા માટે આવ્યા તો તેમના હસતા ચહેરાથી સ્પષ્ટ ખબર પડે છે કે આ વખતે પણ ચૂંટણીમાં તે પોતાની જીતને લઇને પુરો આત્મવિશ્વાસ છે.












Click it and Unblock the Notifications
