દુનિયામાં કઈ ભાષા સૌથી વધુ બોલાય છે? જાણો હિન્દી ભાષાનું સ્થાન ક્યાં?
ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં સેંકડો ભાષા બોલાય છે. ભારતમાં આપણે મુખ્ય ભાષા હિન્દી અને વ્યવહારીક ભાષા અંગ્રેજી સિવાય સ્થાનિક ભાષાઓ પણ બોલીએ છીએ. આજે વિશ્વ હિન્દી દિવસે આપણે દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષા વિશે વાત કરીએ છીએ.
હિન્દી વિશ્વની એ ભાષાઓમાં સામેલ છે જે સૌથી વધુ બોલાય છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વના ઘણા દેશોમાં હિન્દી બોલનારા લોકો રહે છે.

વર્લ્ડ લેંગ્વેજ ડેટાબેઝ અનસાર, વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા અંગ્રેજી છે. વિશ્વના લગભગ 113 કરોડ લોકો આ ભાષાનો ઉપયોગ કરે છે. આ પછી ચીનમાં બોલાતી ભાષા મેન્ડરિન બીજા સ્થાને છે. આ ભાષાનો વિશ્વભરમાં લગભગ 111 કરોડ લોકો ઉપયોગ કરે છે. ચીન સિવાય વિશ્વના ઘણા દેશોમાં આ ભાષાનો ઉપયોગ થાય છે.
હિન્દી ભાષા આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. અહીં વિશ્વભરમાં 61 કરોડથી વધુ લોકો બોલે છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઘણા દેશોમાં હિન્દી બોલાય છે. સ્પેનિશ ભાષા ચોથા સ્થાને આવે છે, જે લગભગ 53 કરોડ લોકો બોલે છે. આ લિસ્ટમાં પાંચમા ક્રમે ફ્રેન્ચ ભાષા છે અને તેને જે 28 કરોડ લોકો બોલે છે.
અહીં એક ખાસ વાત એ છે કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં 6 ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે. બંગાળી આ યાદીમાં સાતમા નંબરે છે, જે સમગ્ર વિશ્વમાં 26 કરોડ લોકો બોલે છે. આ સિવાય ઉર્દૂ, તેલુગુ અને મરાઠી જેવી ભાષાઓ પણ આખી દુનિયામાં બોલાય છે. ડેટાબેઝ અનુસાર વિશ્વભરમાં ઉર્દૂ ભાષી લોકોની કુલ સંખ્યા 11 કરોડથી વધુ છે. તે વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં 17મા ક્રમે આવે છે.












Click it and Unblock the Notifications
