નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની પાસે કયો સ્માર્ટફોન છે?
આજનો યુગ એ મોબાઇલનો યુગ કહેવાય છે. આપને કદાચ જ કોઇ એવી વ્યક્તિ મળશે જેની પાસે મોબાઇલ ના હોય. પરંતુ હવેનો જમાનો સ્માર્ટફોનનો ચાલી રહ્યો છે. લોકો હવે મોબાઇલને છોડીને સ્માર્ટફોન તરફ આકર્ષિત થઇ રહ્યા છે.
કોઇને એપલ આઇફોન પસંદ છે તો કોઇને બ્લેકબેરી, તો કોઇ વળી સેમસંગ સ્માર્ટફોનના દિવાના હોય છે, સ્માર્ટફોનનો ક્રેઝ માત્ર આપણને જ નહીં પરંતુ દુનિયાની મોટી મોટી હસ્તીઓની પાસે પણ પોતાની પસંદગીના સ્માર્ટફોન છે. જેમકે બરાક ઓબામાને બ્લેકબેરી સ્માર્ટફોન પસંદ છે જેમ સુરક્ષાની તમામ સગવડો કરવામાં આવી છે, જેનાથી હેકરો અને અન્ય જાસૂસી એજન્સીયોની નજરોથી સુરક્ષિત રહે છે.
એવી જ રીતે ભારતના પદનામીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઇફોનનો ઉપયોગ કરે છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પાસે કોઇ સ્માર્ટફોન ન્હોતો અને તેમનું કોઇ પર્સનલ ઇમેલ આઇડી પણ નથી. આવી જ રીતે દુનિયાના અન્ય દિગ્ગજ લોકો પાસે પોતાના સ્માર્ટફોન હશે. આવો એક નજર કરીએ આવી હસ્તીઓ પર કે તેઓ કયો સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છે...

નરેન્દ્ર મોદી
ભારતના હવે પછીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપલ આઇફોનના દીવાના છે ચૂંટણી જીત્યા બાદ તેમણે આઇફોન દ્વારા પોતાની સેલ્ફી પણ પોસ્ટ કરી હતી.

બરાક ઓબામા
યૂએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા બ્લેકબેરી સ્માર્ટફોન પસંદ છે જેમ સુરક્ષાની તમામ સગવડો કરવામાં આવી છે, જેનાથી હેકરો અને અન્ય જાસૂસી એજન્સીયોની નજરોથી સુરક્ષિત રહે છે.

હિલેરી ક્લિંટન
હિલેરી ક્લિંટનને બ્લેકબેરી ફોનનો ઉપયોગ કરતા ઘણીવાર જોવા મળ્યા છે. તેઓ પોતાના ફોનથી textsfromhillaryclinton.tumblr.com પણ એક્સેસ કરે છે.

વ્લાદિમીર પુતિન
એવું કહેવામાં આવે છે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની પાસે કોઇ પણ સ્માર્ટફોન નથી, સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેઓ કોઇ પણ ફોન વાપરતા નથી, પરંતુ રિપોર્ટની માનીએ તો 2012 બાદથી તેમણે એમટીએસનો એન્ડ્રોઇડ ફોન પ્રયોગ કરતા જોવામાં આવ્યા છે.

નવાઝ શરીફ
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની પાસે બ્લેકબેરી સ્માર્ટફોન છે, આ ઉપરાંત તેઓ એપલ અને સેમસંગનો ફોન પણ વાપરતા દેખાયા છે.

ડેવિડ કેમરોન
બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોન પણ બરાક ઓબાની જેમ જ બ્લેકબેરી સ્માર્ટફોનના ફેન છે, જે સૌથી સુરક્ષિત સ્માર્ટફોન માનવામાં આવે છે.

કિમ જાંગ-ઉન
ઉત્તરી કોરિયાના નેતા કિમ જાંગ-ઉનને નેશનલ સિક્યોરિટી મીટિંગ 2013 દરમિયાન એચટીસી બટરફ્લાઇ સ્માર્ટફોન પ્રયોગ કરતા જોવા મળ્યા છે. નોર્થ કોરિયન કંપની કોરિયન કંપમની એચટીસીનું એન્ડ્રોયડ બેસ આ સ્માર્ટફોન અરિરંગને નામથી ત્યાં મળે છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
રશિયન વડાપ્રધાનની જેમ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોઇ સ્માર્ટફોન નથી રાખતા અને તેમની પાસે કોઇ પર્સનલ ઇમેલ આઇડી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
