શહેરોમાંથી કેમ ગાયબ થઈ રહ્યાં છે પક્ષીઓ? જાણો શું છે કારણ?
ભારતમાં ધીરે ધીરે ઘરના આંગણામાં જોવા મળતી ચકલીઓ ગાયબ થઈ રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ચકલીઓ હવે ખમત થવાની કગાર પર પહોંચી ગઈ છે.
આજે પણ ગામડાઓમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે પરંતુ શહેરોમાં આ કિલકિલાટ ધીમે ધીમે ઘટી રહ્યોછે. શહેરીકરણ વધી રહ્યું છે તેમ તેમ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે.

આ માત્ર કહેવાની વાત નથી રંતુ વર્ષ 2020માં સ્ટેટ ઓફ ઈન્ડિયા બર્ડ રિપોર્ટ અનુસાર પક્ષીઓની 867 પ્રજાતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આમાંથી અડધાથી વધુ પ્રજાતિઓ હવે લુપ્ત થવાના આરે છે.
શહેરોમાં પક્ષીઓના ઘટવા પાછળ ઘણા કારણો છે. સૌ પ્રથમ તો શહેરોનું વાતાવરણ દિવસેને દિવસે પ્રદૂષિત થઈ રહ્યું છે. જેના કારણે પક્ષીઓ માટે શહેરોમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.
ગામમાં પક્ષીઓ માટે અનેક વૃક્ષો અને માળો બનાવવા માટે ઘણી જગ્યાઓ છે. પરંતુ શહેરોમાં આવું નથી. શહેરોમાં ઊંચી ઇમારતો છે. વૃક્ષો ફક્ત નામના જ છે, પક્ષીઓ સુધી ન તો પ્રકાશ કે પર્યાપ્ત માત્રામાં પાણી મળી શકે છે.
ગામમાં પક્ષીઓને ખાવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તે ખેતરોમાંથી તાજા દાણા ખાઈ શકે છે. શહેરોમાં આ પક્ષીઓ માટે મોટી મુશ્કેલી છે. તેમની પાસે ન તો ખેતરો છે કે ન તો ખુલ્લી જગ્યાઓ, તેઓ ખૂબ જ મર્યાદિત જગ્યાઓમાં બંધાયેલા રહે છે જેના કારણે તેઓ સરળતાથી ખોરાક મેળવી શકતા નથી.
જો કોઈ શહેરોમાં પક્ષીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરી શકે તો ભલે નહિં તો તેઓને ખોરાકના ફાંફા પડે છે. ગામડાઓમાં પુષ્કળ ફળોના વૃક્ષો હોય છે, શહેરોમાં એવું નથી.
જો તમારે શહેરોમાં ફરીને પક્ષીઓના કિલકિલાટનો અવાજ સાંભળવો હોય તો આસપાસના વાતાવરણને શુદ્ધ કરવું પડશે અને તેને પક્ષીઓ માટે રહેવા માટે યોગ્ય બનાવવું પડશે.












Click it and Unblock the Notifications
