કૌરવોએ આપ્યો હતો અધર્મનો સાથ, છતાંય દુર્યોધનને સ્વર્ગમાં મળ્યું સ્થાન
હિન્દુ ધર્મમાં માન્યતા છે કે મનુષ્યના કર્મને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, સારા અને ખરાબ, જેને આપણે પાપ અને પુણ્ય કહીએ છીએ.
હિન્દુ ધર્મમાં માન્યતા છે કે મનુષ્યના કર્મને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, સારા અને ખરાબ, જેને આપણે પાપ અને પુણ્ય કહીએ છીએ. કોઈ કર્મ કરતા પહેલા વ્યક્તિ શું વિચારે છે, તે મહત્વનું હોય છે. માન્યતા છે કે બીજાનું ખરાબ કરીને પાપ કરનાર વ્યક્તિને મૃત્યુ બાદ નર્કમાં જવું પડે છે, તો પુણ્ય કરનાર વ્યક્તિને સ્વર્ગ મળે છે.
મૃત્યુના દેવતા યમરાજ નિર્ણય કરે છે કોણ ક્યાં જશે. એવું લાગે છે કે છેલ્લા વ્યક્તિના સારા અને ખરાબ કર્મ વચ્ચે યુદ્ધ થાય છે, જે જીતે છે તે પ્રમાણે વ્યક્તિનો આત્મા સ્વર્ગ કે નર્કમાં જાય છે. મહાભારતના યુદ્ધને આજે પણ લોકો યાદ કરે છે. આ યુદ્ધનો નિષ્કર્ષ એવો હતો કે કૌરવોને નર્કમાં મોકલવામાં આવશે, પરંતુ એક કૌરવ એવો હતો જેને સ્વર્ગમાં જગ્યા મળી હતી.
આ પણ વાંચો: મહાભારતની ગાંધારીના 101 સંતાનો થવા પાછળનું શું હતુ રહસ્ય વાંચો અહીં...
માન્યતા છે કે દુર્યોધનને મૃત્યુ બાદ સ્વર્ગમાં જગ્યા મળી હતી. પાંડવોએ સત્યનો સાથ આપ્યો તો કૌરવો અધર્મી કહેવાયા, તેમ છતાંય દુર્યોધનને સ્વર્ગમાં જગ્યા કેમ મળી ? તો ચાલો જાણીએ કે તેની પાછળ શું કારણ છે.

એક ઉદાર અને સમજદાર રાજા હતો
દુર્યોધન એક નેક અને સારો રાજા હતા. આ વાતને સમર્થન આપે છે એક ઘટના. એક કથા પ્રમાણે યુદ્ધ બાદ જ્યારે દુર્યોધનનું મૃત્યુ નજીક હતું ત્યારે કૃષ્ણ તેની બાજુમાં બેઠા હતા. ત્યારે દુર્યોધને કૃષ્ણને કહ્યું કે હું હંમેશઆ એક સારો રાજા રહ્યો છે અને હવે હું મૃત્યુ બાદ સ્વર્ગમાં જઈશ પરંતુ કૃષ્ણ તમે બાકીનું જીવન દુઃખમાં વીતાવશો. આટલું કહ્યા હાદ દુર્યોધન પર આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ. આ ઘટના સાબિત કરે છે કે દુર્યોધને કહેલી વાત સાચી હતી.

દયાળુ અને સામાન્ય વ્યક્તિત્વ
કર્ણ દુર્યોધનનો સૌથી અંગત અને વિશ્વસનીય મિત્ર હતો. એટલે કર્ણની મિત્રતા દુર્યોધનના પત્ની ભાનુમતી સાથે પણ હતી. એક વાર જ્યારે દુર્યોધન હાજર નહોતા અને કર્ણ ભાનુમતિ સાથે પાસા રમી રહ્યા હતા ત્યારે ભાનુમતિ દરવાજા તરફ મોઢુ કરીને બેઠી હતી. અને કર્ણની પીઠ દરવાજા તરફ હતી. કર્ણ જીતવાના જ હતા ત્યારે દુર્યોધન ત્યાં પહોંચ્યા.
રાજા અને પોતાના પતિ દરવાજે આવવાને કારણે ભાનુમતિ ઉભી થઈ ગઈ, પરંતુ કર્ણને લાગ્યું કે હારવાને કારણે તે રમત છોડીને જઈ રહી છે. ભાનુમતિને રોકવાના પ્રયત્નમાં કર્ણએ તેની સાડી પકડી જેને કારણે તેમાં લાગેલા મોતી તૂટી ગયા. આ ઘટના દુર્યોધનને ગુસ્સે કરવા કાફી હતી, પરંતુ દુર્યોધને શાંત રહીને પ્રતિક્રિયા આપી અને કહ્યું, કે હું આ મોતી ભેગા કરી લઉ છુ, જેથી તેને ફરી લગાવી શકાય. આ પ્રસંગ દર્શાવે છે કે દુર્યોધનને પોતાની પત્ની અને પત્ની પર કેટલો વિશ્વાસ હતો.

એક નિષ્પક્ષ માણસ
મોટા ભાગના લોકોને કર્ણ કુંતીનો પુત્ર હોવાની માહિતી નહોતી. બીજા લોકોની જેમ જ દુર્યોધનને પણ લાગતું હતું કે તે શૂદ્ર જાતિના છે. એક વાર દ્રૌપદીએ કર્ણ વિરુદ્ધ તેમની જાતીને લઈને સ્વયંવર વખતે અપમાન પણ કર્યું હતું. ત્યારે ફક્ત દુર્યોધને જ કર્ણને સાથ આપ્યો હતો. અને તેનો બચાવ કરતા કહ્યું હતું કે એક યોદ્ધા, એક સંત અને એક દાર્શનિકની કોઈ જાતિ કોઈ સ્રોત નથી હોતો. તેઓ મહાન જનમતા નથી, પરંતુ મહાન બને છે. આ ઘટના દર્શાવે છે કે દુર્યોધન જાતિના ભેદભાવથી ઉપર હતા અને સમાનતામાં માનતા હતા.

શકુનિની ખરાબ નિયતના શિકાર હતા દુર્યોધન
આ ઉપરાંત કેટલીક એવી ઘટનાઓ પણ છે જે સાબિત કરે છે કે દુર્યોધન એક સારા વ્યક્તિ, મિત્ર, રાજા, પતિ અને પુત્ર હતા. પરંતુ તે પોતાના મામા શકુનીની ખરાબ ચાલના શિકાર થઈ ગયા. શકુનિ બદલો લેવા ઈચ્છતો હતો, તેનું ધ્યેય ધૃતરાષ્ટ્રના વંશને સમાપ્ત કરવાનું હતું, અને તેણે ચાલાકીથી કૌરવોને કઠપુતળી તરીકે ઉપયોગ કર્યો.
કહેવાય છે કે પોતાના મામા પર આંધળો વિશ્વાસ કરવાને કારણે જ દુર્યોધને આવા પગલા લીધા. દુર્યોધનને પોતાની મુશ્કેલીઓને કારણે નર્કમાં જવું પડ્યું હતું. ત્યાં તેણે પોતાની સજા ભોગવી અને પછી સ્વર્ગમાં સ્થાન મેળવ્યું
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
