જાણો: ઉપવાસમાં તામસી ખોરાકથી શા માટે રહેવું દૂર?
કહેવામાં આવે છે કે વ્રતમાં લોકોએ તામસી ભોજનથી દૂર રહેવું જોઈએ. તામસી ભોજનનો અર્થ થાય છે કે માણસે અન્ન, માંસ, માછલી, ઈંડા, આલ્કોહોલ, અને ચાટ પકોડી જેવી ચીજો ન ખાવી જોઈએ.
ઉપવાસમાં સાત્વિક ચીજો જેવી કે ફળ, દૂધ, મેવા વગેરેનું સેવન કરવું જોઈએ. જેના ઘણાં ધાર્મિક કારણો પણ છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે માત્ર એક જ કારણ છે, અને તે છે, વ્યક્તિની તબિયત.
આવો નીચેની તસ્વીરો દ્વારા જાણીએ કે ઉપવાસમાં માણસે કઈ વસ્તુઓ ખાવી અને કઈ ન ખાવી અને શું છે કારણ?

ભગવાનનો પ્રસાદ
દૂધ, અને ઘી જેવી વસ્તુઓ કે જે ભગવાનને ચઢાવવાથી પવિત્ર પણ માનવામાં આવે છે. તેનું સેવન લોકો વ્રતમાં કરે છે.

ચિત્ત શાંત
દૂધ, ફળ અને મેવા જેવી વસ્તુઓ માણસના ચિત્તને શાંત રાખે છે. ડોક્ટર્સ પણ ઉપવાસમાં આ બધી વસ્તુઓ જ ખાવાની સલાહ આપે છે

વિકારનો નષ્ટ
દૂધ,ફળ અને મેવા ઉપવાસ દરમ્યાન બોડીની અંદર ઉદભવતી ઝેરીલી ચીજોના વિકારને નષ્ટ કરે છે.

માંસ-માછલી અને આલ્કોહોલ
માંસ-માછલી અને આલ્કોહોલ વ્યક્તિના શરીરમાં ગરમી ભરે છે. જેનાથી માણસ આક્રમક થઈ જતો હોય છે. જે ઉપવાસમાં ન થવું જોઈએ.












Click it and Unblock the Notifications
