જીમમાં કસરત કરતી વખતે શા માટે આવે છે હાર્ટ એટેક, તેને કેવી રીતે અટકાવશો?
હાર્ટ એટેકના જોખમને નિયંત્રણમાં રાખવા માટે તમે ધ્યાનમાં રાખી શકો તેવી બાબતો અહીં આપેલી છે:
નવી દિલ્લીઃ રાજુ શ્રીવાસ્તવને દિલ્લીના એક જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉકટરોએ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા છતાં આજે તેમનુ નિધન થઈ ગયુ. તાજેતરના વર્ષોમાં આવા કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે એવી ચર્ચા થઈ છે કે શું તીવ્ર વર્કઆઉટ્સ હાર્ટ એટેકનુ જોખમ વધારી શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કાર્ડિયોલોજિસ્ટ, એપિડેમિયોલોજિસ્ટ, અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયા (PHFI)ના પ્રમુખ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીએ સમજાવ્યુ કે કસરત અથવા ભારે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન અચાનક કાર્ડિયાક અરેસ્ટ મોટાભાગે હાલના બ્લોકેજને કારણે થઈ શકે છે.
બ્લૉકેજ એ કોષો અને કોલેસ્ટ્રોલના કણો એન્ડોથેલિયલ કોશિકાઓના અવરોધને તોડીને ધમનીના સ્તરમાં ઘૂસણખોરીનુ પરિણામ છે. આ ધમનીમાં પ્લાક નામની ગાંઠની રચનામાં પરિણમે છે. પ્રોફેસર રેડ્ડીએ ઉમેર્યુ હતુ કે અતિશય શારીરિક તાણ હૃદયમાં પ્લાક ફાટવા અથવા વિદ્યુત વિક્ષેપને ટ્રિગર કરી શકે છે જે કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી જાય છે.
જો કે, આનો અર્થ એ નથી કે વ્યાયામ તંદુરસ્ત પ્રેક્ટિસ નથી. જે વ્યક્તિઓ સારી જીવનશૈલીને અનુસરે છે અને તેમના આહાર પર નજર રાખે છે તેઓ તેમની નિયમિત દિનચર્યાને અનુસરી શકે છે અને જીમમાં જઈ શકે છે. જો તમે નિયમિત જીમમાં જતા હોવ અને તમને હૃદયની સ્થિતિનો ઇતિહાસ હોય, તો હાર્ટ એટેકના જોખમને નિયંત્રણમાં રાખવા માટે તમે ધ્યાનમાં રાખી શકો તેવી બાબતો અહીં આપેલી છે:
- જીમમાં વ્યાપક શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત વ્યક્તિ તરીકે, શરીરની જરૂરિયાત મુજબ પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો મહત્વપૂર્ણ છે. તેલયુક્ત કે જંક ફૂડ ખાવાનુ ટાળો.
- તમારા લોહીના વહેણને નિયંત્રણમાં રાખવા અને તીવ્ર વર્કઆઉટ સેશન દરમિયાન તમારા શરીરને આરામ આપવા માટે શ્વાસ લેવાની કસરતનો અભ્યાસ કરો.
- જે દિવસોમાં તમે અસ્વસ્થ અનુભવો છો અથવા તમારી તબિયત સારી ન હોય તેવા દિવસોમાં જિમ ન કરશો. આવા દિવસોમાં તમારી જાતને જીમમાં ધકેલવાથી તમને વધુ જોખમ થઈ શકે છે.
- તમારી શારીરિક ક્ષમતાઓ અનુસાર કસરત કરો. દરેક વ્યક્તિના શરીરની પોતાની ક્ષમતાઓ હોય છે અને તેને અમુક પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. તમારા શરીરની ક્ષમતાને સમજ્યા વિના અન્ય લોકો સાથે સ્પર્ધા કરવી તમને સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
- આ પગલાં ઉપરાંત, કાર્ડિયાક અરેસ્ટના જોખમને ટાળવા માટે તમારા હૃદયના સ્વાસ્થ્યને ટ્રૅક કરવા માટે નિયમિત આરોગ્ય તપાસ હાથ ધરવા જોઈએ.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
