ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કેમ કરાય છે? જોડાયેલુ છે ખાસ વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં ગંગા નદીનુ વિશેષ મહત્વ છે. દરેક હિન્દુઓ તેમના જીવનમાં એક વખત ગંગા નદીમાં ચોક્કસ ડુબકી લગાવી છે. મૃત્યુ બાદ ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાનું અનોખુ મહત્વ છે.
હિંદુ ધર્મમાં ગંગા નદીને મોક્ષદાતા માનવામાં આવે છે. અહીં અસ્થિ વિસર્જન કરવાની પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જ પાપોમાંથી મુક્તિ મળે છે. ગંગા નદી ભારતની સૌથી પુજનિય નદી છે.

વ્યક્તિને મોક્ષ આપવા તેના અસ્થિને ગંગા નદીમાં બહાવી દેવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ધાર્મિક સિવાય આનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે.
ગંગા નદીને ભગવાન કૃષ્ણ દ્વારા વરદાન મળ્યું છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે મૃતકના અસ્થિને આમાં વિસર્જીત કરવામાં આવે છે ત્યારે તેને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આ નદીને મોક્ષ આપનારી પણ માનવામાં આવે છે.
માન્યતા છે કે જેના અસ્થિ ગંગામાં વહે છે તેને મોક્ષ મળે છે. તમે એમ પણ કહી શકો છો કે ગંગામાં અસ્તિ તરતા મૂકીને સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
ભગીરથ તેમની તપસ્યા દ્વારા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર નીચે લાવ્યા, જેથી તેઓ તેમના પૂર્વજોની આત્માઓને મોક્ષ લાવી શકે.
તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાં ગંગાનું પાણી એસિડિક હોય છે અથવા ગંગાના પાણીમાં અન્ય કોઈ રસાયણ હોવાને કારણે હાડકાં ઝડપથી પીગળી જાય છે. જ્યારે અન્ય કોઈપણ પાણીમાં હાડકાં ઓગળતાં આઠથી દસ વર્ષનો સમય લાગે છે.












Click it and Unblock the Notifications
