• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ સ્ત્રીઓ આવી વાતો પર સાંધી લે છે ચુપ્પી?

|

હાલમાં જ હું એક મહિલાને મળી હતી જેની આંખ પર મુક્કો માર્યાના નિશાન હતા. જે જોતા કોઇ પણ કહી શકે કે આ નિશાન ધરેલુ હિંસાના કારણે જ થઇ હશે. જો કે આ અંગે પૂછતા તેણે કહ્યું કે કે બાથરૂમમાંથી પડી ગઇ અને તેના કારણે તેને આ ઇજા થઇ. ત્યારે મનમાં એક સવાલ ઊભો થયો કે કયા કારણો સર મહિલાઓ તેમની સમસ્યાઓને છૂપાવી રાખે છે. કેમ આવી સમસ્યાઓ સામે તે અવાજ નથી ઉઠાવતી.

શું આમ કરતા તેમને પોતાનો ડર રોકે છે કે પછી સમાજ? અને બસ આ જ સવાલનો જવાબ જાણવા માટે જ્યારે અમે પ્રયાસ કર્યો તે મનોવિજ્ઞાન લઇને સમાજની તેવી અનેક નબળાઇઓ સામે આવી તે સ્ત્રીઓને આજના મોર્ડન સમાજમાં પણ પાંજરામાં પુરાઇ રહેવા માટે મજબૂર કરે છે.

આ તમામ વાતોના તાર બાળકીઓના ઉછેરથી લઇને તેના જીવનના અનેક પાસાને છતાં કરે છે જ્યાં ક્યારેક માતા-પિતા તરીકે તો ક્યારે સમાજ તરીકે આપણે પાછા પડીએ છીએ. આ વિષે વધુ જાણો અહીં...

"જો જે કોઇને ના કહેતી"

નાનપણથી મહિલાને વાતો છૂપવવાની શીખવવામાં આવે છે. જેમ કે તેના માસિક ધર્મની વાતો, તેના માતા-પિતાના વચ્ચે થયેલા ઝગડાની વાતો. તેને શીખવવામાં આવે છે જે બધાને બધુ ના કહેવાય!

બાંધી મુઠ્ઠી સવા લાખની

બાંધી મુઠ્ઠી સવા લાખની

જ્યારે પણ સ્ત્રીના લગ્ન થાય છે ત્યારે મોટા ભાગની માતાઓ તે જ સલાહ આપે છે કે બેટા બાંધી મુઠ્ઠી સવા લાખની એટલે કે ઘરની વાતો ઘરમાં જ રહે તો સારું.

તો શું કહેવું ખોટું છે?

તો શું કહેવું ખોટું છે?

ત્યારે ઉપરોક્ત બન્ને વસ્તુઓ કહેવી શું ખોટી છે? જવાબ છે ના બિલકુલ નહીં. પણ દરેક વાતની જ્યારે એક હદથી વધુ થઇ જાય છે ત્યારે અવાજ ઉઠાવવો જ પડે છે.

પોતાના માટે અવાજ ઉઠાવવો

પોતાના માટે અવાજ ઉઠાવવો

નાનપણમાં દરેક માતા-પિતા પોતાની દિકરીને પોતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાનું શીખવે છે. નાનપણમાં શીખવવામાં આવે છે કે તમે કંઇ પણ પ્રોબ્લેમ હોય તો તું અમે કહે અમે બેઠા છીએને.

ચૂપ રહેતા

ચૂપ રહેતા

પણ હકીકતમાં જ્યારે દિકરી મોટી થઇને સાસરીમાં જાય છે ત્યારે તેને પોતાના માટે અવાજ ઉઠાવે છે. અને પોતાની સમસ્યા સાથે પિયર પાછી આવે છે તો તેને "એડઝેસ્ટ" કરતા અને ચૂપ રહેવાની શીખામણ આપવામાં આવે છે.

ધરેલુ હિંસા

ધરેલુ હિંસા

મોટા ભાગના ધરેલુ હિંસાના કેસ કદી પણ પોલિસ ચોપડે જતા નથી જેનું કારણ તે જ છે કે ધરેલુ હિંસા બાદ યુવતી જ્યારે માતા-પિતાના ઘરે પાછી ફરી છે ત્યારે જમાઇને શાબ્દિક ચેતવણી આપી અને છોકરીને પણ સમજાઇ પટાઇને પાછી મોકલવામાં આવે છે.

શારીરીક શોષણ

શારીરીક શોષણ

લગ્ન બાદ થતા મેરીટલ રેપમાં પણ આવું જ થાય છે. શારિરીક શોષણ થતું હોવા છતાં ધણાં મા-બાપ તેમની દિકરીની પાછી સાસરી તે જ નરકમાં મોકલી દે છે.

સમાજની બીક તો ક્યારેક બાળક

સમાજની બીક તો ક્યારેક બાળક

ક્યારેક સમાજની બીક તો ક્યારેક બાળકોનું વિચારીને બધુ ભૂલી જાવનું તે જ મા-બાપ શીખવે છે જે મા-બાપે બાળકીને પોતાના માટે અવાજ ઉઠાવતા શીખવ્યું હોય છે.

તો શું આ યોગ્ય છે?

તો શું આ યોગ્ય છે?

ત્યારે સવાલ તે ઊભો થાય છે કે શું આ યોગ્ય છે. શું સમાજ માટે કરીને લોકોના માટે કરીને તમે તમારી લાડકવાઇ દિકરીને સંબંધોની કેદમાં પૂરેલી રહેવા દેશો?

કહેવું સરળ છે કરવું નહીં?

કહેવું સરળ છે કરવું નહીં?

હા આવું કહેવું સરળ છે અને કરવું મુશ્કેલ પણ અશક્ય તો નથી જ ને. આવા અનેક કિસ્સામાં મહિલાઓએ પોતાને આર્થિક, સામાજિક સ્તરે મજૂબત બનાવવાની જરૂર છે. કારણ કે કોઇ પણ કાળે અન્યાય સહન કરવું ક્યારેય પણ યોગ્ય નથી હોતું.

દરેક કેસમાં નહીં પણ મોટા ભાગે

દરેક કેસમાં નહીં પણ મોટા ભાગે

જો કે આવું દરેક કેસમાં નથી થતું. આજકાલ અનેક મહિલાઓ તેમના પ્રશ્નોને લઇને સભાન થઇ છે. અને તેમનો પરિવાર પણ તેમની સાથે આવે છે. પણ તેમ છતાં મોટા ભાગના ગ્રામીણ અને શહેરી કિસ્સામાં સ્ત્રીઓને ચૂપ્પી સાંધવાની જ સલાહ આપવામાં આવે છે. જે અયોગ્ય છે.

English summary
Why women never open up about their problem. Read more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X