For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ક ફ્રોમ હોમના વધતા કલ્ચરથી બગડી રહ્યુ છે માનસિક સ્વાસ્થ્ય, આ રીતે રાખો ખુદને ફીટ

જે લોકો આઠ કલાકથી વધુ સમય સુધી બેસીને કામ કરે છે કે પછી વર્ક ફ્રોમ હોમના કારણે લાંબો સમય ઘરે જ રહે છે તેમના માનસિક સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસર પડી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લાંબા સમય સુધી બેસીને કામ કરવુ આજકાલ જીવનશૈલીનો ભાગ બની રહ્યુ છે. ખાસ કરીને કોરોના વાયરસ મહામારી આવ્યા બાદ જ્યારે લૉકડાઉન લગાવવામાં આવ્યુ ત્યારે સંસ્થાઓએ પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ(ઘરમાંથી કામ કરવુ) ને વિકલ્પ તરીકે પસંદ કર્યુ અને મોટી સંખ્યામાં આ હવે આદત બની ગઈ છે. પરંતુ વર્ક ફ્રોમ હોમથી કામ કરવામાં સરળતા થઈ પરંતુ લોકો ઘરમાં રહેવાના કારણે સતત બેસી રહે છે અને આ મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. હવે એક નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે બહુ વાર સુધી બેસવુ તમારા માનસિક સ્વાસ્થ્ય અને આરોગ્ય પર ગંભીર અસરો કરે છે. હડર્સ યુનિવર્સિટીએ લાંબા સમય સુધી કામ પર બેસનારા લોકો પર એક અધ્યયન કર્યુ જેમાં જોવા મળ્યુ કે જે લોકો આઠ કલાકથી વધુ સમય સુધી બેસીને કામ કરે છે કે પછી વર્ક ફ્રોમ હોમના કારણે લાંબો સમય ઘરે જ રહે છે તેમના માનસિક સ્વાસ્થ્ય પર તેની હાનિકારક અસર પડી રહી છે. આ શોધ સ્પોર્ટ સાયન્સ ફૉર હેલ્થ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

300 લોકો પર અધ્યયન

300 લોકો પર અધ્યયન

અધ્યયનમાં 300 લોકોને લઈને એક અધ્યયન કરવામાં આવ્યુ જે બહુ લાંબા સમય સુધી બેસીને કામ કરી રહ્યા હતા. આમાં 50 ટકાથી વધુ એવા હતા જે દિવસમાં 8 કલાકથી વધુ સમય સુધી બેસતા હતા. અધ્યયનનમાં જોવા મળ્યુ કે બેસવાનો સમય, અમુક જનસાંખ્યિકી અને પહેલાથી હાજર સ્વાસ્થ્ય સ્થિતિઓ સાથે માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક રીતે પ્રભાવિત કરનારા મુખ્ય કારકોમાં કારકોમાં હતા.

રૂટીનમાં શામેલ કરો કસરત

રૂટીનમાં શામેલ કરો કસરત

અધ્યયનથી એ પણ જાણવા મળ્યુ કે જો તમે આઠ કલાકથી વધુ સમય સુધી બેસતા હોય તો તમારે પોતાના શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે વધુ સમય સુધી કસરત કરવાની જરૂર હોય છે. આમાં કહેવામાં આવ્યુ છે કે આવી સ્થિતિમાં તમારે ફિટ રહેવા માટે આદર્શ સ્થિતિ તો એ છે કે જો તમે પ્રતિદિન 60 મિનિટ એક્સરસાઈઝ કરો પરંતુ જો આવુ ન કરી શકો તો ઓછામાં ઓછી 30 મિનિટથી વધુ સમય સુધી કરવાની સલાહ આપવામાં આવે છે.

અધ્યયનમાં જોવા મળ્યુ કે બેસવાનો સમય ઓછો કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. એવામાં જો તમે સતત બેસીને કામ કરતા હોય તો અમે તમને સલાહ આપીશુ કે થોડી વાર માટે કામમાંથી બ્રેક લો અને આસપાસ થોડુ ચાલો અથવા ખુદને થોડા રિલેક્સ કરો.

જિમ જવુ જરૂરી નથી

જિમ જવુ જરૂરી નથી

અહીં એક વાત ધ્યાન રાખવાની છે કે ઉપર જણાવેલ શારીરિક ગતિવિધિનો અર્થ માત્ર જિમમાં જઈને પરસેવો વહાવવાનો નથી. આના માટે વૉક પર જવુ પણ બહુ લાભકારી છે કે પછી હળવો વ્યાયામ પણ કામની વસ્તુ છે. માત્ર એટલુ જ નહિ હળવો બ્રેક લેવો અને બાગકામ કરવુ જેવુકે ક્યારીમાં કે કૂંડામાં છોડને પાણી કે ખાતર આપવુ પણ આવી ગતિવિધિઓ છે જે શારીરિક અને માનસિક બંને પ્રકારે મદદ કરે છે.

English summary
Work from home long term adverse effect on mental health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X