For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Blood Donor Day: રક્તદાનથી થાય છે આરોગ્યને આ 5 મોટા ફાયદા

શું તમને ખબર છે કે રક્તદાનથી તમે માત્ર બીજાની જિંદગી નથી બચાવતા પરંતુ તમારા આરોગ્યને પણ આનાથી લાભ થાય છે. આવો જાણીએ રક્તદાનથી થતા આરોગ્ય લાભ વિશે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રક્તદાન માટે લોકોને પ્રેરણા આપવા માટે દર વર્ષે 14 જૂને આંતરરાષ્ટ્રીય રક્તદાન દિવસ મનાવવામાં આવે છે. આ અભિયાન દ્વારા જરુરિયાતમંદ લોકો માટે સુરક્ષિત લોહી પૂરુ પાડવામાં આવે છે. જે દર્દીઓને લોહીની જરુર હોય તેમને રક્તદાન દ્વારા તેમના સુધી પહોંચાડવામાં આવે છે. એવામાં આજે આંતરરાષ્ટ્રીય રક્તદાન દિવસના પ્રસંગે અમે એ તમામ લોકોનો આભાર માનવા માંગીએ છીએ જે રક્તદાન કરે છે અને લોકોની જિંદગી બચાવવામાં મદદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે રક્તદાનથી તમે માત્ર બીજાની જિંદગી નથી બચાવતા પરંતુ તમારા આરોગ્યને પણ આનાથી લાભ થાય છે. આવો જાણીએ રક્તદાનથી થતા આરોગ્ય લાભ વિશે...

વજન ઘટાડવામાં મદદરુપ

વજન ઘટાડવામાં મદદરુપ

જો તમે સમયાંતરે રક્તદાન કરતા રહો છો તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ પુખ્ત વયના લોકોની ફિટનેસમાં સુધારો કરે છે. જો કે, સલાહ એ છે કે રક્તદાનને વજન ઘટાડવાના વિકલ્પ તરીકે ન જોવુ જોઈએ. આ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. રક્તદાન કરતા પહેલા જો તમને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

હીમોક્રોમેટોસિસથી બચાવ

હીમોક્રોમેટોસિસથી બચાવ

રક્તદાન કરીને તમે ઘણા રોગોના જોખમને ઘટાડી શકો છો. તમે તમારા શરીરમાં હિમોક્રોમેટોસિસને અટકાવી શકો છો. જો શરીરમાં હિમોક્રોમેટોસિસ વધે તો તમારા આયર્નનો વપરાશ વધે છે. તેથી રક્તદાન કરતા પહેલા તમારે આ બાબતોનુ ધ્યાન રાખવુ જોઈએ.

હ્રદયરોગનુ જોખમ ઘટે

હ્રદયરોગનુ જોખમ ઘટે

નિયમિત સમયાંતરે રક્તદાન કરીને તમે હાર્ટ એટેકનુ જોખમ ઘટાડી શકો છો. રક્તદાન કરવાથી તમારા શરીરમાં આયર્નનુ સ્તર ઘટે છે જેનાથી હૃદય રોગનુ જોખમ ઓછુ થાય છે. જો શરીરમાં આયર્નની વધુ માત્રા હોય તો તે તમારા હૃદયને નુકસાન પહોંચાડે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો રહે છે.

કેન્સરનુ જોખમ ઘટે

કેન્સરનુ જોખમ ઘટે

જ્યારે શરીરમાં આયર્નની માત્રા વધુ હોય છે ત્યારે તે તમારા હૃદયની સાથે કેન્સરનુ જોખમ વધારે છે. આવી સ્થિતિમાં રક્તદાન દ્વારા તમે તમારા લોહીમાં હાજર આયર્નના સ્તરને ઘટાડી શકો છો. આના દ્વારા તમે ન માત્ર હાર્ટ એટેકનુ જોખમ ઘટાડી શકો છો પણ કેન્સરના જોખમને પણ ટાળી શકો છો.

નવી રક્ત કોશિકાઓનુ નિર્માણ

નવી રક્ત કોશિકાઓનુ નિર્માણ

રક્તદાન કરવાથી તમારા શરીરમાં નવા રક્તકણો બને છે. આવી સ્થિતિમાં જ્યારે નવા રક્તકણો બને છે ત્યારે તમારા શરીરની અંદર લાલ રક્તકણોની ઉણપ પૂર્ણ થાય છે અને નવા લાલ રક્તકણો બને છે. રક્તદાન કર્યાના 30-60 દિવસમાં નવા લાલ રક્તકણો શરીરમાં આવે છે.

English summary
World Blood Donor day: 5 Benefit of blood donation to your health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X