For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની પ્રથમ મેલેરિયા રસી 30 વર્ષમાં તૈયાર થઇ, 5 મહિનાથી 2 વર્ષના બાળકો માટે

મેલેરિયા ડે મેલેરિયા પ્રતિ જાગરૂકતા વધારવા માટે 25 મી એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આફ્રિકન દેશ મલાવામાં મંગળવારે વિશ્વની પ્રથમ મેલેરિયા રસી લોન્ચ કરવામાં આવી.

|
Google Oneindia Gujarati News

મેલેરિયા ડે મેલેરિયા પ્રતિ જાગરૂકતા વધારવા માટે 25 મી એપ્રિલે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આફ્રિકન દેશ મલાવામાં મંગળવારે વિશ્વની પ્રથમ મેલેરિયા રસી લોન્ચ કરવામાં આવી. આ પાંચ મહિનાથી લઈને 2 વર્ષનાં બાળકો માટે છે. આ માહિતી વિશ્વ આરોગ્ય સંસ્થાએ ટ્વીટ દ્વારા આપી હતી. આ રસી મેલેરિયાથી બાળકોને બચાવવા માટે શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોગ્રામનો ભાગ છે. વિશ્વભરમાં લાખો લોકોને મલેરિયાની ચપેટમાં આવતા રોકવા માટે 30 વર્ષથી આ રસીને બનાવવાનું ચાલી રહ્યું છે.

Malaria

આ રોગથી દર મિનિટે 2 બાળકો મૃત્યુ પામે છે

આ રસીનું શરુ કરવુંએ પાઇલટ પ્રોજેક્ટનો ભાગ છે જે બાળકોને મેલેરિયાથી બચાવવા માટે લોન્ચ કરવામાં આવી છે. આ રસીનું નામ RTS,S રાખવામાં આવ્યું છે. WHO એ જણાવ્યું હતું કે આફ્રિકન ખંડના બે દેશો ઘાના અને કેન્યામાં આ રસીનો પ્રારંભ આગામી કેટલાક અઠવાડિયામાં થશે. વિશ્વના ઘાતક રોગથી દર મિનિટે બે બાળકો મૃત્યુ પામે છે.

આફ્રિકા માટે છે મોટી સમસ્યા

આ રોગ આફ્રિકામાં મોટી સંખ્યામાં લોકોની મૃત્યુનું કારણ બને છે. આ રોગના કારણે અહીં દર વર્ષે 2,50,000 બાળકોનું મૃત્યુ થાય છે. ડબ્લ્યુએચઓના અંદાજ અનુસાર, દક્ષિણ પૂર્વ એશિયામાં 89% કિસ્સાઓ એકલા ભારતથી નોંધાય છે.

નાના બાળકો માટે કેમ આવશ્યક છે

પાંચ વર્ષની ઉંમરથી ઓછી ઉંમરના બાળકોને આ રોગથી મૃત્યુનો ખતરો સૌથી વધુ હોય છે. વિશ્વભરમાં લગભગ 4,35,000 લોકો મલેરિયાથી મૃત્યુ પામે છે. સૌથી વધુ ચિંતાજનક વસ્તુ તે છે કે તેમાંના મોટા ભાગના બાળકો હોય છે.

English summary
World Malaria Day: World's First Malaria Vaccine Launched In Africa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X