આ શહેરો છે વિશ્વના સ્માર્ટેસ્ટ સિટી
આજે વિશ્વ વિકાસના માર્ગે અનેક અવરોધોની વચ્ચે હરણફાળ ભરી રહ્યું છે, એક સમયે જે શહેરો વિકાસનો માર્ગ શોધવા માટે ઝંખતા હતા એ જ શહેરો આજે અન્ય શહેરો અને દેશો માટે એક ઉદાહરણ સ્વરૂપ બની ગયા છે. ભારત હોય, અમેરિકા હોય કે પછી અન્ય દેશો દરેક દેશો પોત-પોતાની રીતે વિકાસની એક અલગ ગાથા લખી રહ્યાં છે, જો કે દેશનો સાચો વિકાસ તેના શહેરો કેટલી હદે ડેવલોપ થયા છે અને વિવિધ કંપનીઓને રોકાણ અર્થે પોતાની તરફ આકર્ષિત કરે છે, તેના પર છે.
આજે અમે અહી વિશ્વના કેટલાક એવા શહેરો અંગે જણાવી રહ્યાં છીએ, જેઓ વિવિધ સુવિધાની સાથોસાથ સ્માર્ટ સિટી પણ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ વિશ્વના સ્માર્ટ સિટીઝને.

ઓસલો
આ શહેર નોર્વેજીયન કેપિટલ છે, હાઇ ક્વોલિટી લાઇફ માટે ગ્લોબલ સિટી પણ કહેવામા આવે છે. યુરોપમાં આ શહેર વિવિધ ઇન્ડસ્ટ્રીઝની પહેલી પસંદ છે, ખાસ કરીને મરિન ઇન્ડસ્ટ્રીઝ. મેરિટાઇમ સેક્ટરમાં આ શહેરમાં 1980 કંપનીઓ છે અને 8500 જેટલા કર્મચારીઓ છે.

સીઓલ
આ શહેરને એશિયન ટેક્નોલોજીમાં મહત્વનું ગણવામાં આવે છે, સીઓલ એક સ્માર્ટેસ્ટ સિટી છે. લાર્જેસ્ટ મેટ્રોપોલિટન ઇકોનોમીમાં ટોકિયો, ન્યુયોર્ક અને લોસ એન્જલેસ પછી ચોથા નંબર ટોકિયો છે, તથા તે વિશ્વનું ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ ફાઇનાન્સિયલ સેન્ટર છે.

જીનેવા
સ્વિત્ઝરલેન્ડમાં આવેલું જીનેવા ગ્લોબલ સિટીની સાથોસાત ફાઇનાન્સિયલ સેન્ટર પણ છે. તેમજ તે વિશ્વનું સૌથી મહત્વનું બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સિટી છે. આ ઉપરાંત જીનેવામાં 300 જેટલા ઇન્ટરનેશનલ ગવર્નમેન્ટલ અને નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન આવેલા છે.

પેરિસ
સામાન્ય રીતે પેરિસ પોતાના એફિલ ટાવર અને ઉત્તમ મ્યુઝિયમ માટે જાણીતું છે, આ ઉપરાંત પેરિસ વિશ્વની સૌથી મોંઘા અને વધુ ઉપયોગમાં આવતા બાઇક શેરિંગ નેટવર્ક માટે જાણીતું છે. તેમજ ઇકોસિસ્ટમમાં પણ પેરિસ વિશ્વનું બેસ્ટ શહેર ગણાય છે.

ન્યુયોર્ક
ન્યુયોર્ક એ યુનાઇટેડ સ્ટેટ્સનું મોસ્ટ એડવાન્સ શહેર છે. તેને યુએસમાં ઇમિગ્રેશન કરવા માટેનું ગેટવે તથા ફાઇનાન્સિયલ, કલ્ચરલ, ટ્રાન્સપોર્ટેશન અને મેન્યુફેક્ચરિંગ હબ પણ કહેવામાં આવે છે.

ટોકિયો
ટોકિયો એ જાપાનનું પાટનગર છે. ટોકિયોમાં આકર્ષક પબ્લિક મેનેજમેન્ટ, એકોનોમી અને વિશ્વભરમાંથી પ્રતિભાશાળીઓને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા તેને વિશ્વનું સ્માર્ટેસ્ટ સિટી બનાવે છે. આ શહેરમાં 23 સ્પેશિયલ વોર્ડ્સ, 26 સિટીઝ, 5 ટાઉન અને 8 ગામડાઓની પોતાની લોકલ સરકાર છે.












Click it and Unblock the Notifications
