For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની મોહકતાથી માનવીના મનને મોહી લેતા આઇલેન્ડ

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં કુદરતે અથાગ અને અખૂટ સુંદરતાની રચના કરી છે. કુદરતા દ્વાર નિર્માણ પામવામા આવેલી કોઇપણ સુંદરતાને તમે નિહાળો એ હંમેશા તમને એક અલગ અને મનમોહકતાનો અહેસાસ કરાવે છે. આવી જ તેમની એક મોહક રચના એ આઇલેન્ડ છે, વિશ્વમાં અનેક આઇલેન્ડ આવેલા છે, જેમાં કેટલાક પોતાની સુંદરતા માટે તો કેટલાક પોતાના રહસ્ય માટે વિશ્વભરમાં જાણીતા છે.

આ વખતે અમે અહી એવા જ કેટલાક આઇલેન્ડ વિશે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે, જે તેમની સુંદરતા અને મોહકતા ના કારણે પ્રવાસીઓનું હંમેશા આકર્ષણ રહ્યાં છે. સેલિબ્રિટીઓથી માંડીને સામન્ય પ્રવાસી સુધી તમામની ઇચ્છા આ આઇલેન્ડની મુલાકાત એક વખત લેવાની હોય છે. બ્રિઝાલનો એમ્બેરગ્રિસ કેય હોય કે પછી બોરા બોરા કે પછી સેન્ટ જ્હોન આઇલેન્ડ હોય, દરેક પોતાની કોઇ એક ખાસ વિશેષતાના કારણે પ્રવાસીઓની પહેલી પંસદ બન્યા છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આ આઇલેન્ડની એક સફર કરીએ.

એમ્બેરગ્રિસ કેય

એમ્બેરગ્રિસ કેય

વિશ્વના સૌથી સારા આઇલેન્ડ્સ કે જેની સુંદરતા અને રમણીયતા તમને પોતાના તરફ ખેંચી લેવા તેમાં બ્રાઝિલનું આ આઇલેન્ડ ટોચ પર આવે છે. અહી તમને સફેદ રેતીના બીચ, માંગ્રુવ્સ અને રીફ જોવા મળશે. આ વેકેશન સ્પોટ તરીકે ખુબજ લોકપ્રિય છે.

સેન્ટ જ્હોન્સ

સેન્ટ જ્હોન્સ

કેરેબિયન આઇલેન્ડ તમને હિકિંગ, સ્નોર્કેલિંગ અને સ્કુબા ડાઇવિંગની શાનદાર તકો બક્ષે છે.

બોરા બોરા

બોરા બોરા

નાજૂક સફેદ રેતી અને સૂર્યાસ્ત આ સાઉથ પેસિફિક આઇલેન્ડને ખુશનુમા બનાવી દે છે. તેમજ તમે અહીની ટ્રોપિકલ ફિશ ને કોરલ ગાર્ડન્સને તસવીરોમાં કંડારી શકો છો.

સાન જોઉન

સાન જોઉન

આ આઇલેન્ડ વોશિંગટન સ્ટેટ અને વાન્કોવર આઇલેન્ડની વચ્ચે આવું છે. જે દેશનું સૌથી મોટું લાવેન્ડર ફાર્મ્સ છે.

સાન્તોરિનિ

સાન્તોરિનિ

આ ગ્રીકનું એક આઇલેન્ડ છે જેમા ઘણા ગામો અને બીચીઝ છે જે વ્હાઇટ, રેડ અને બ્લેક છે.

ઇસ્લા મુઝેરેસ

ઇસ્લા મુઝેરેસ

હોડીઓ, પાણીમાં ડૂબકી અને હવાની લહેરકીઓ આ સ્પેનિશ આઇલેન્ડને વધુ એડવેન્ચરિયસ સ્પોટ બનાવે છે. તમારી સાંજ ત્યારે જ પરફેક્ટ બને છે જ્યારે તમે ત્યાનું સી ફૂડ લો છો ને તમારી સામે લેટિન બીટ્સ પર નૃત્ય થતું હોય છે.

મૂરેઆ

મૂરેઆ

આ એક ફ્રેન્ચ પોલિનેસિઅન આઇલેન્ડ છે, જે વિશ્વની સૌથી મોટી કોરલ રીફ ઇકો સિસ્ટમ ધરાવે છે. બ્લૂઇશ ગ્રીન સીઅને હાર્ટ શેપ લેન્ડસ્કેપના કારણે આ આઇલેન્ડ વધુ સોહામણું લાગે છે.

કોહ તાઓ

કોહ તાઓ

આ આઇલેન્ડ થાઇલેન્ડના ગોલ્ફમાં આવેલો છે. આ આઇલેન્ડનું નામ તેમા રહેલા ટર્ટલ પરથી આપવામાં આવ્યું છે.

એસ્ટર આઇલેન્ડ

એસ્ટર આઇલેન્ડ

ચિલીયન કોસ્ટથી 2000 માઇલમાં આ આઇલેન્ડ આવેલું છે. આ અહી આવેલો 1500 વર્ષ જૂનો રહસ્યમય વાલ્કોનિક રોક સ્કલ્પ્ચર આઇલેન્ડની મોહકતામાં વધારો કરે છે.

નોસી બે

નોસી બે

નોસી બે એક ખરા અર્થમાં મોહક આઇલેન્ડ છે. જ્યાં તમને વોલ્કોનિક લેક્સ, ય્લાંગ ય્લાંગ પ્લાન્ટેશન અને રમની ભઠ્ઠીઓ જોવા મળે છે.

English summary
here is the list of worlds top ten best island
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X