For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝિયોમી Mi3 માં આપવામાં આવેલા ટોપ 5 ફીચર્સ

|
Google Oneindia Gujarati News

'ઝિયોમી એમઆઇ 3' જો આપ એવું વિચારી રહ્યા હોવ કે ચાઇનાના ફોન અન્ય બ્રાંડના સ્માર્ટફોનને ટક્કર આપી શકે નહીં તો આપનો આ વિચાર બદવો પડશે. કારણ કે હવે ચાઇનીઝ મેન્યૂફેક્ચર એવા સ્માર્ટફોન બજારમાં ઉતારી રહી છે જેમાં પાવરફુલ પ્રોસેસર, રેમ અને વધારે મેમરી આપવામાં આવેલી હોય, હાલમાં જ લોન્ચ થયેલા 'ઝિયોમી એમઆઇ 3' તેનું સૌથી સારુ ઉદાહરણ છે. આ સમયે 'ઝિયોમી એમઆઇ 3'એ બધી સ્માર્ટફોન કંપનીઓની ઊંઘ હરામ કરી રાખી છે.

હેંડસેટમાં 5 ઇંચની આઇપીએસ ફુલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે જે 1920X1080 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. સ્ક્રીનમાં ગોરિલ્લા ગ્લાસ પ્રોટેકશન આપવામાં આવ્યું છે જે સાધારણ સ્ક્રીનની મુકાબલે તેને મજબૂત બનાવે છે. ફાસ્ટ પ્રોસેસિંગ માટે ફોનમાં 2.3 ગીગા હર્ટનો ક્વાડ કોર સ્નેપડ્રેગન 800 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 2 જીબી રેમની સાથે ફોનમાં કસ્ટમ ઇંટરફેસ આપવામાં આવ્યું છે.

જ્યારે એમાં આપવામાં આવેલ કેમેરા ફીચર્સ પર નજર કરીએ તો એમઆઇ 3માં 13 મેગાફિક્સલનો રિયર લિડ ફ્લેશ કેમેરા, સોની એક્સમોર બીએસઆઇ સેંસર, 1080 ફુલ એચડી રેકોર્ડિંગ અને 2 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. 16 જીબીની ઇંટરનલ મેમરી તેની કિંમતના હિસાહે બરાબર છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે 14,999 રૂપિયાવાળા 'ઝિયોમી એમઆઇ 3'માં એવા કયા કયા ફીચર્સ આપવામાં આવ્યા છે જે તેને આ રેંજમાં સૌથી શાનદાર સ્માર્ટફોન બનાવે છે.

એક નજર કરો ઝિયોમી એમઆઇ 3માં આપવામાં આવેલા ફીચર્સ પર....

પ્રોસેસર

પ્રોસેસર

ઝિયોમી એમઆઇમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 800 ચિપ લાગેલી છે, સાથે એડ્રીનો 330 જીપીયૂ, 2 જીબી રેમ અને 4.5 ફ્લેશ મેમરી આપવામાં આવેલી છે.

સ્ક્રીન

સ્ક્રીન

ફોનમાં આપવામાં આવેલી 5 ઇંચની સ્ક્રીન પુલ 1080 એચડી પિક્સલ સપોર્ટ કરે છે જે આ રેંજના કોઇ પણ ફોનમાં ઉપલબ્ધ નથી.

કેમેરો

કેમેરો

ફોનમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ લિડ કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકેંડરની કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી

બેટરી

કંપની અનુસાર ફોનમાં લાગેલી 3,050 એમએએચની બેટરી 500 કલાકના સ્ટેંડબાય ટાઇમ, 50 કલાકનો મ્યુઝિક પ્લેબેક, 25 કલાકનો ટોક ટાઇમ અને 21 કલાક 3જીમાં ઇંટરનેટ સર્ફિંગ ટાઇમ આપે છે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ફોન બૉડી

ફોન બૉડી

ફોનની મોટાઇ 8.5 એમએમ છે અને ભાર 145 ગ્રામ, તેની બૉડી એલ્યૂમિનિયમ અને મેગનેશિયમની બનેલી છે.

માય ક્લાઉડ

માય ક્લાઉડ

ઝિયોમી એમઆઇ 3માં માય ક્લાઉડ સ્ટોરેજની મદદથી આપ પોતાના ફોનમાં સેવ તસવીરો અને અન્ય બીજા ડેટા ક્યાંયથી પણ એક્સેસ કરી શકે છે.

English summary
Xiaomi Mi3 Launched At Rs 14,999 in India: Top 5 Features You Shouldn't Miss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X