For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જીમેલના આ 10 ફિચર વિષે જાણો છે?

|
Google Oneindia Gujarati News

આપણે આપણા રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી એક વાર તો જીમેલ ખોલતા જ હોઇએ છીએ. મોબાઇલમાં પણ દિવસમાં અનેક વાર જીમેલ ઓપન કરીને આપણે મેલ ચેક કરતા હોઇએ છીએ.

ત્યારે રોજ વપરાતા આ એપના કેટલાક તેવા પણ ફિચર છે જેનાથી તમે હજી સુધી અજાણ છો. તમે ભલે તેનો રોજ ઉપયોગ કરતા હોવ પણ આજે હું જે જીમેલના ફિચર્સ વિષે તમને બતાવાની છું તેના વિષે તમને ભાગ્યેજ ખબર હશે.

તો જાણો જીમેલના આ 10 ફિચર. અને સાથે જ જાણો કેવી રીતે આ ફિચરનો ઉપયોગ કરીને તમે તમારા જીમેલના વપરાશને વધુ સરળ અને ઉપયોગી કરી શકો છો. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

અનડૂ

અનડૂ

તમે મોલકેલો કોઇ પણ મેલ તમે 10 કે 5 સેકન્ડની અંદર અનડૂ એટલે કે તેને મોકલવાનું ટાળી શકો છો. એટલું જ નહીં સેટિંગમાં જઇને તમે આ અનડૂ કરવાની અવધિને 5,10,20 કે 30 સેકન્ડ સુધી લંબાવી પણ શકો છો. બસ તમારે નિર્ધારીત સમય પહેલા અનડૂ કરવાનું રહેશે. જેથી તમે જો કોઇને ભૂલથી મેસેજ કરતા હોવ તો તમે એમ કરવાનું ટાળી શકો છો.

શોર્ટકટ

શોર્ટકટ

જીમેલને લખવા માટે અનેક શોર્ટકોર્ટ જીમેલ લેબ્સમાં આપવામાં આવ્યા છે. જે માટે જીમેલ સેટિંગ પેઝમાં જઇને ક્લિક કરો.

પ્રિવ્યૂ

પ્રિવ્યૂ

જીમેલમાં તમે કોઇ પણ વસ્તુનો પ્રિવ્યૂ સરળતાથી જોઇ શકો છો. જેમ કે તમને કોઇએ એડ્રેસ મેલ કર્યું. તો તમે તેનો પ્રિવ્યૂ દેખવા માટે Google Maps Preview Labમાં જઇને મેપમાં તે એડ્રેસ દેખી શકો છો.

ઓટો એડવાન્સ

ઓટો એડવાન્સ

જીમેલ લેબ્સમાં ઓટો એડવાન્સનું ફિચર છે. જેની મદદથી તમે એક મેલને સીધું ડિલીટ મેલ કે પછી આર્કાઇવ મેલમાં મોકલી શકો છો.

અનરીડ મેસેજ

અનરીડ મેસેજ

જો તમે તમારા અનરીડ મેલને ડાયરેક્ટ નથી જોઇ શકતા તો તમે જીમેલ લેબ્સની મદદથી અનરીડ મેલને ડાયરેક્ટ જોઇ શકો છો.

સેન્ડ

સેન્ડ

જીમેલની જનરલ સેટિંગમાં જઇને રિપ્લાયમાં જઇને Show "Send & Archive" બટન પર ક્લિક કરો. હવે તેમે એક ક્લિકથી તમારા આરકાઇવ મેસેજ ડિલિટ કરી શકશો.

એપ સર્ચ

એપ સર્ચ

જો તમે ગૂગલ ડોક કે પછી ગૂગલ સાઇટ અને સર્ચ એપ્લિકેશન યુઝ કરતા હોવ તો જીમેલ સર્ચ તમને બે રીતે સપોર્ટ કરશે. પહેલું સાઇટમાં તમે જીમેલ સર્ચ કરી શકો અને બીજું ગૂગલ ડોક્યૂમેન્ટ પણ શોધી શકશો.

ડિફોલ્ટ રિપ્લાય

ડિફોલ્ટ રિપ્લાય

જો તમે અનેક મેલના રિપ્લાય નથી કરી શકતા. તો તમે પોતાની મેલમાં એક ઓટો રિપ્લાય સેટ કરી લો. એક રિપ્લાય મેલ લખી જીમેલના જનરલ સેટિંગમાં જઇને Reply All button પર ક્લિક કર્યા બાદ તમે ઓટો રિપ્લાયનું ફિચર સેટ કરી શકો છો.

રિસ્પોન્સ

રિસ્પોન્સ

જો તમે વારંવાર એક જોવા મેલને ટાઇપ કરીને બોર થઇ ગયા હોવ તો તમે Canned Responses labનો ઉપયોગ કરી તમારો ટાઇમ બચાવી શકો છો. જીમેલ લેબ્સમાં જઇને તમારે તેને અનેબલ કરવાનો રહેશે અને તેમાં પોતાનો મેસેજ ટાઇપ કરવાનો રહેશે. જ્યારે તમારે તેજ પ્રકારનો મેસેજ ફરી મોકલવાનો આવે તમે એક બટન દબાવીને તે મેસેજ મોકલી શકો છો.

ક્વિક લિંક

ક્વિક લિંક

તેમાં સ્ટાર્ટ મેસેજ અને મલ્ટીપલ મેસેજ જેવી ક્વિક લિંક પણ છે. જેની મદદથી તમે પોતાની જીમેલ સાઇટમાં તેવા તમામ ઓપ્શન સેટ કરી શકો છો જેની જરૂરિયાત તમને વારંવાર પડતી હોય.

English summary
Gmail is a pretty powerful email service, but you can still find all sorts of goodies and extra features in Gmail Labs. The list is pretty massive, so we've narrowed down our 10 favourite Lab features to help increase your email productivity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X