8 Reasons: શા માટે આપની પાસે હોવી જોઇએ સેલ્ફી સ્ટિક
[ગેજેટ] આજકાલ લોકોનું સૌથી મનગમતુ કામ થઇ ગયું છે, સેલ્ફી લેવાનું અને તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરવાનું. લોકો અલગ અલગ રીતોથી સેલ્ફી લઇને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યા છે. ઘણી વાર સેલ્ફીનો આ શોખ તેમની મોતનું કારણ પણ બની શકે છે. પરંતુ માર્કેટમાં ઘણા એવા ડિવાઇસ પણ આવી ગયા છે જેની મદદથી આપ સરળતાથી અને સુરક્ષિત રીતે સેલ્ફી લઇ શકો છો.
ઓક્સફોર્ડ ડિક્શનરીમાં નામ આવ્યા બાદ સેલ્ફી સ્ટિકે ટાઇમ્સ મેગેઝીનમાં પણ પોતાની સ્થાન બનાવ્યું, જેને વર્ષના બેસ્ટ આવિષ્કાર તરીકે મૂલવામાં આવ્યું છે.
સેલ્ફી સ્ટિકનું આટલું પોપ્યુલર થવું લાજમી પણ છે. સેલ્ફી સ્ટિકના પોતાના ઘણા ફાયદા પણ છે અમે આપને આજે 8 એવા જ ફાયદા અંગે બતાવવા જઇ રહ્યા છીએ કે આખરે સેલ્ફી સ્ટિક શા માટે આપની પાસે હોવી જોઇએ...

સેલ્ફી સ્ટિક
ટાઇમ મેગેઝીને આ વર્ષના સૌથી બેસ્ટ આવિષ્કારને સેલ્ફી સ્ટિકને ગણાવ્યું છે.

મુશ્કેલ સ્થળે પણ
હવે આપ ત્યાં પણ સેલ્ફી લઇ શકો છો જ્યાં સૌના બસની વાત નથી.

ફેવરિટ સેલ્ફી
હવે આપ આપની ફેવરેટ ફોટો મિસ નહી કરતા દરેક એંગલથી સરળતાથી ફોટો લઇ શકશો.

બિગ સેલ્ફી
એક મોટા સમૂહની પણ આપ સરળતાથી સેલ્ફી લઇ શકો છો.

ટ્રેંડ
સેલ્ફી લેવાનો ટ્રેંડ ઝડપથી વધી રહ્યો છે, જેમાં આપને પણ રસ જરૂર પડશે.

ટ્રાયપોડથી પણ હલકું છે
સેલ્ફી સ્ટિક મોનોપોડથી પણ હલકું હોય છે, જેને આપ ક્યાંય પણ કેરી શકો છો.

સેલ્ફી સ્ટિક ઓછી કિંમતે
સેલ્ફી સ્ટિક આપને ઓછામાં ઓછી કિંમતે મળી જશે. જ્યારે ટ્રાયપોડ અને મોનોપોડના ભાવ ખૂબ જ વધારે હોય છે.

સિંગલ ટ્રાવેલર માટે બેસ્ટ છે
જો આપ સિંગલ ટ્રાવેલર છો અને દુનિયા ફરવા માંગતા હોવ તો સેલ્ફી સ્ટિક સૌથી બેસ્ટ ફોટોગ્રાફી એસેસરી છે.












Click it and Unblock the Notifications
