For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોનની બેટરી લાઇફ વધારવાની 9 બેસ્ટ રીતો

|
Google Oneindia Gujarati News

જો આપ સ્માર્ટફોન યૂઝર છો તો આપને એ વાત કહેવાની જરાય જરૂર નથી કે સ્માર્ટફોનમાં સૌથી વધારે માથાકૂટ બેટરીને લઇને આવતી હોય છે. કેમ કે સ્માર્ટફોનમાં બેટરી ખૂબ જ ઝલદી ખતમ થઇ જતી હોય છે. પછી ભલેને આપ 30 હજારનો સ્માર્ટફોન લો કે પછી 5 હજારનો. આપના ફોનમાં બેટરી ઉતરી જવાના ઘણા કારણો હોઇ શકે છે.

જેમકે બેકગ્રાઉંડમાં એપ્લીકેશન ચલાવવી, ફોનમાં વધારે બ્રાઇટનેસ યૂઝ કરવું, હંમેશા જીપીએસ ઓન રાખવું. આ ઉપરાંત એંડ્રોઇડ ડિવાઇસીસમાં બેટરી અન્ય કારણો પણ હોઇ શકે છે. જો આપ ક્યાંક બહાર જઇ રહ્યા હોવ અથવા ટ્રાવેલ કરી રહ્યા હોવ તો નીચે આપવામાં આવેલી બેસ્ટ 9 ટીપ્સથી આપ આપના ફોનમાં બેટરી આવરદા વધારી શકો છો.

સ્માર્ટફોનની બેટરી લાઇફ વધારવાની 9 બેસ્ટ રીતો પર એક નજર...

લોકેશન સેટિંગ

લોકેશન સેટિંગ

તમારા ફોનની લોકેશન સેટિંગ ઓફ કરી દો. ફોન લોકેશન માટે જીપીએસ યૂઝ કરે છે જે ખૂબ જ બેટરી ખાય છે.

બ્રાઇટનેસ ઓછી કરો

બ્રાઇટનેસ ઓછી કરો

આપના સ્માર્ટફોનની બ્રાઇટનેસ હંમેશા ઓછી રાખો, ખાસ કરીને રાત્રે. ફોનની સ્ક્રીન સૌથી વધારે બેટરી ખાય છે.

ફાલતુ એપ્સ બંદ કરો

ફાલતુ એપ્સ બંદ કરો

ફોનમાં જે પણ એપ્લીકેશન યૂઝ કરી રહ્યા છો તેને ઓન કરો, બેકમાં બીજી એપ્લીકેશન ચાલુ રાખીને ના મૂકો કેમકે તે બેકગ્રાઉન્ડમાં પણ ચાલતી રહે છે, અને આપના ફોનની બેટરી ખતમ કરી નાખે છે.

ડેટા પર નજર રાખો

ડેટા પર નજર રાખો

આપના ફોનની સેટિંગમાં જઇને એપ્સ પર નજર રાખો, કઇ એપ્લીકેશન કેટલી બેટરી ખર્ચ કરે છે.

ડેટા નેટવર્ક

ડેટા નેટવર્ક

ફોનમાં ડેટા નેટવર્કના સ્થાને જો વાઇફાઇ યૂઝ કરી શકતા હોવ તો કરો. ડેટા નેટવર્ક ઇંટરનેટના મુકાબલે વાઇફાઇ ઓછી બેટરી ખાય છે.

2જી નેટવર્ક યૂઝ કરો

2જી નેટવર્ક યૂઝ કરો

આપના ફોનમાં 3જીના સ્થાને 2જી નેટવર્કનો ઉપયોગ કરો, 3જીના મુકાબલે 2જી નેટવર્ક ઓછી બેટરી ખાય છે.

એપ્લિકેશન

એપ્લિકેશન

જો આપના ફોનમાં ક્વાલકોમ પ્રેસેસર આપવામાં આવ્યું છે તો કવાલકોમ ગુરુએપ ફોનમાં ઇંસ્ટોલ કરો આ એપ આપના ફોનને યૂઝને એનેલાઇઝ્ડ કરીને તે હિસાબે ફોનનું સેટિંગ કરે છે.

ડિસ્પ્લે સ્લીપ

ડિસ્પ્લે સ્લીપ

ફોનની સ્ક્રીનમાં 15 સેકેંડની ડિસ્પ્લે સ્લીપ સેટિંગ લગાવીને રાખો. જો આપ 15 સેકન્ડ સુધી આપના ફોનમાં કોઇ હલચલ નહીં થાય તો ફોનની સ્ક્રીન તેની જાતે જ સ્લીપ મોડમાં એટલે કે બંધ થઇ જશે.

હાઇઇંડ સ્માર્ટફોન

હાઇઇંડ સ્માર્ટફોન

જો આપ હાઇઇંડ સ્માર્ટફોન જેમકે સોની એક્સપીરિયા જેડ 3, એચટીસી વન એમ 8 અને સેમસંગ ગેલેક્સી નોટ 4 યૂઝ કરી રહ્યા હોવ તો તેમાં ઘણી ઇનબિલ્ડ બેટરી સેવર એપ પ્રીઇંસ્ટોલ રહે છે. જેને આપ પાવર સેવ કરવા માટે યૂઝ કરી શકો છો.

English summary
Battery life is perhaps the biggest issue a modern smartphone user faces. Gone are the days where you could go without charging your phone for days at a stretch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X