Acer G સિરીઝનું Google TV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો
Acer G સિરીઝનું Google TV ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં 32 ઇંચ એચડી ટીવીથી 65 ઇંચ અલ્ટ્રા એચડી ટીવી સુધીના સ્ક્રીન સાઈઝનો સમાવેશ થાય છે.
એસર જી સિરીઝના ટીવી ડોલ્બી એટમોસ સાઉન્ડ, મોશન એસ્ટીમેશન, મોશન કમ્પેન્સેશન ટેક્નોલોજી, HDR10 સપોર્ટ સાથે સજ્જ છે.
Acer G સિરીઝ 32 ઇંચ ટીવી મૉડલની કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છે. 43 ઇંચ જી સીરીઝ ટીવી વેરિઅન્ટની કિંમત 42,999 રૂપિયા છે. 55 ઇંચ ટીવી મોડલની કિંમત 62,999 રૂપિયા છે. ડોલ્બી એટમોસ સાઉન્ડ તેની સાથે વિવિધ પ્રકારના અવાજો લાવે છે, જે યુઝર્સના જોવાના અનુભવને વધારે છે.

કંપનીની G શ્રેણીના Google TVs HDR10 એન્કોડિંગ અને HLG સપોર્ટ સાથે ટ્યુન કર્યુ છે, જે ઓવર-ધ-ટોપ OTT પ્લેટફોર્મ્સ અને બ્રોડકાસ્ટ ચેનલોથી હાઈ ડાયનામિક રેંજ કન્ટેન્ટ સુનિશ્ચિત કરે છે.
ટીવીમાં 24W સાઉન્ડ આઉટપુટ આપતા હાઈ ફિડેલિટી સ્પીકર છે. Acer G શ્રેણીના ટીવી ARM Cortex A55 CPU પર આધારિત છે, જે 2 GB RAM અને 16 GB સ્ટોરેજ સાથે આવે છે.
Indkal Technologies Pvt Ltdના સીઈઓએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, અમે G સિરીઝને માર્કેટમાં રજૂ કરતાં અમારા ઉત્સાહીત છીએ. આ સિરીઝ ગર્વથી 100% ભારતમાં બનાવવામાં આવી છે, અને વિવિધ અને પ્રોમ્પ્ટ-સેલ્સ સર્વિસ સાથે સામાન્ય ટ્રેડ ચેનલની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે. અમે સમગ્ર દેશમાં Acer ટેલિવિઝનની પહોંચને વિસ્તારવા માટે કટિબદ્ધ છીએ.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
