એન્ડ્રોઇડ એપ્લીકેશન જે તમારા પાસવર્ડને રાખશે સુરક્ષિત
ઓનલાઇન એકાઉન્ટ પાસવર્ડને સુરક્ષિત રાખવું ઘણું જ જરૂરી છે અને એ ત્યારે જ્યારે તમે તમારા બેંક સંબંધિત અને ઓફિશિયલ કામમાં મેઇલનો પ્રયોગ વધારે કરતા હોવ, કારણ કે હેકર્સની નજર એ એકાઉન્ટ પર વધારે રહે છે, જે વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી ક્યારેય પણ બધા એકાઉન્ટમાં એક સરખો નંબર રાખવો જોઇએ નહીં અને સમયાંતરે તેને બદલતા રહેવું જોઇએ.
જો તમને તમારા પાસવર્ડ યાદ રાખવામાં ઘણી સમસ્યા થાય છે તો તેના માટે તમે પાસવર્ડ મેનેજરની મદદ લઇ શકો છો, પાસવર્ડ મેનેજર તમારા માટે સિક્યોર પાસવર્ડ જનરેટ કરે છે અને તેને મેનેજ પણ કરે છે. ગુગલ પ્લેમાં આવી અનેક સ્માર્ટફોન માટેની એપ્લીકેશન છે, જેની મદદથી તમે તમારા પાસવર્ડને સિક્યોર રાખવાની સાથે મજબૂત પાસવર્ડને જનરેટ પણ કરી શકો છો.

પાસવર્ડ
પાસવર્ડ એપ્લીકેશન તમારા પાસવર્ડને સેફ રાખવાની સાથે નવા પાસવર્ડ જનરેટ પણ કરે છે. આ તમામ પાસવર્ડને તમે એક માસ્ટર પાસવર્ડની મદદથી એપ્લીકેશનમાં સેવ કરી શકો છો.

લાસ્ટ પાસ
લાસ્ટ પાસવર્ડ એપ્લીકેશનની મદદથી તમે તમારા પાસવર્ડને મેનેજ કરવાની સાતે તેને ઓટોમેટેડ ફોર્મમાં પણ રાખી શકો છો, જેથી તમારે વારંવાર એ સાઇટમાં ભરવાની જરૂર રહેતી નથી. આ સાથે જ લાસ્ટપાસમાં તમે તમારા મિત્રો સાથે લોગિન ઇન્ફોર્મેશનને પણ શેર કરી શકો છો.

કીપર
બેઝિક ફીચર ઉપરાંત કીપરને તમે તમારા ટેબલેટ અને અન્ય કોમ્પ્યુટર સાથે પણ એટેચ કરી શકો છો અને એપ્લીકેશનમાં સેવ પાસવર્ડને એક્સેસ કરી શકો છો. આ ઉપરાંત કીપરમાં તમે અનલિમિટેડ ડેટા પણ સ્ટોર કરી શકો છો. કીપરને ડાઉનલોડ કરવા માટે તમારે થોડીક કરમ ખર્ચવી પડશે.

રોબોફોર્મ
જો તમે તમારા પાસવર્ડને હંમેશા ભૂલી જાઓ છો તો રોબોફાર્મ એપ્લીકેશનની મદદથી તમે ઓટોમેટિક ફોર્મ ફિલ ઓપ્શન સાથે સિક્યોર પાસવર્ડ જનરેટ કરી શકો છો.

એમસિક્યોર
પાસવર્ડની જેમ એમ સિક્યોરમાં પણ તમે રેંડમ પાસવર્ડ જનરેટ કરી શકો છો. પાસવર્ડ જનરેટ કરવામાં 1 સેકન્ડ કરતા પણ ઓછો સમય લાગે છે, આ ઉપરાંત તમે તમારા પાસવર્ડની મજબૂતીને પણ ચેક કરી શકો છો.












Click it and Unblock the Notifications
