આ સ્માર્ટ ફોન્સ પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટ ફોન્સ પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ
ફેસ્ટિવ સીઝનમાં કેટલીય ઈ-કોમર્સ વેબસાઈટ્સ પોતાના ગ્રાહકો માટે સેલ આયોજિત કરે છે. એવામાં હવે મોબાઈલ કંપનીઓએ પણ ફેસ્ટિવ સીઝનમાં પોતાના ગ્રાહકોને લોભાવવા માટે પોતાની સાઈટ્સ પર સેલનું આયોજન કરવાનું શર કરી દીધું છે. 12 ઓક્ટોબરની મધ્ય રાત્રીએથી રિયલમીના સ્માર્ટફોન્સનો સેલ શરૂ થઈ ચૂક્યો છે. રિયલમી ફેસ્ટિવ ડેઝ સેલ માટે કંપનીએ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશિપ કરી છે.

આ સેલ કંપનીની સત્તાવાર વેબસાઈટ રિયલમી ડૉટ કોમ સાથે સાથે ફ્લિપકાર્ટ પર પણ ચાલી રહ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સેલ દરમિયાન રિયલમીના શ્રેષ્ઠ સ્માર્ટફોન પર તમને તગડું ડિસ્કાઉન્ટ અને શાનદાર ડીલ્સ મળશે. આ સેલ 12 ઓક્ટોબરની મધ્યરાત્રીથી 16 ઓક્ટોબર સુધી ચાલશે.
જણાવી દઈએ કે સેલ દરમિયાન Realme 5, Realme Pro, Realme 3, Realme 3 Pro, Realme X અને Realme C2 સ્માર્ટફોન પર શ્રેષ્ઠ ઑફર્સ આપવામાં આી રહી છે. જણાવી દઈએ કે 12 ઓક્ટોબરે જ ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલની પણ ઘોષણા થઈ ચૂકી છે.
Realme C2
બંને પ્લેટફોર્મ પર સેલ દરમિયાન Realme સી2ના 2 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ વાળા વેરિયન્ટ અે 3જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ વાળા વેરિયન્ટ પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે બાદ ફોનની કિંમત ક્રમશઃ 5999 રૂપિયા અને 6999 થઈ ગઈ છે.
Realme 5
Realme 5ના 3 જીબી + 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટ, 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ અને 4 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ પર પણ 1000 રૂપિયાની છૂટ મળી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ સ્માર્ટફોનની કિંમત 8999 રૂપિયા, 9999 રૂપિયા અને 10,999 રૂપિયા થઈ ગઈ છે.
આ ફોન પર પણ શાનદાર ડિલ્સ
આ ઉપરાંત રિયલમી 5 પ્રો પર 1000 રૂપિયાની છૂટ મળી રહી છે, જ્યારે રિયલમી 3 પ્રોની કિંમત પણ 1000ના ડિસ્કાઉન્ટ બાદ 11999 રૂપિયા થઈ ગઈ છે. જણાવી દઈએ કે રિયલમી 3 પર 500 રૂપિયાની છૂટની ઑફર આપવામાં આવી રહી છે જે બાદ ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ 84999 રૂપિયા થઈ ગઈ છે. સૌથી વધુ ડિસ્કાઉન્ટ રિયલમી 2 પ્રો પર આપવામાં આવી રહ્યું છે. 1991 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 8999 રૂપિયામાં આ સ્માર્ટફોન ઘરે લઈ જઈ શકો છો. આ ઉપરાંત અમુક ક્રેડિટ કાર્ડ પર 10 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
