
સૌથી મોટો ગેમિંગ શો, થયો વિશ્વભરના ગેમર્સનો જમાવડો
વિશ્વભરમાં ગેમનું ખાસ્સો એવો ક્રેઝ છે. ઓફિસ હોય કે પછી ઘરે ફાજલ સમય મળતા જ ગેમ લવર્સ કોમ્પ્યુટર અથવા તો મોબાઇલમાં ગેમ રમતા આપણને જોવા મળે છે. બાળકો અને યુવાનોથી માંડીને મોટેરાઓ સુધી એ ક્રેઝ આપણને જોવા મળે છે. હાલના સમયે ગેમિંગના દિવાનાઓનો જમાવડો કેલિફોર્નિયાના લોસ એન્જલિસ શહેરમાં લાગેલો છે, કારણ કે ત્યાં વિશ્વનો સૌથી મોટો ગેમિંગ શો ઇ3 2013 ચાલી રહ્યો છે. ઇ3 2013માં વિશ્વભરની દિગ્ગજ ગેમિંગ કંપનીઓ ભાગ લઇ રહી છે, જેમાં માઇક્રોસોફ્ટ, નિંનિટો, એનવીડિયા ટોચની છે.
ગેમિંગના આ મહાકુંભમાં માત્ર કંપનીઓ પોતાની નવી ગેમિંગ ઉત્પાદોને પ્રદર્શિત જ નથી કરતી પરંતુ તેનું ડેમોન્સ્ટ્રેશન પણ કરે છે. તમે અહીં જાતે જ ડિવાઇસનો ઉપયોગ કરીને તેની ક્વોલિટીનો અંદાજો લગાવી શકો છો.

ગેમિંગનો ક્રેઝ
ઇ3 ગેમિંગ શો દરમિયાન એક ગેમર ટીવીનો મુખવટો લગાવીને ફરતો જોવા મળી રહ્યો છે. જેના પરથી તમે જાતે જ અંદાજો લગાવી શકો છો કે ત્યાં લોકોમાં ગેમિંગને લઇને કેટલો ક્રેઝ છે.

એનવીડિયા પીસી
ઇ3માં એક ગેમર એનવીડિયા પીસી ગેમ એનવીડિયા શીલ્ડને ખોલી રહ્યો છે.

પ્લેસ્ટેશન 4
ઇ3 શો દરમિયાન પ્લેસ્ટેશન 4નો ફોટોગ્રાફ ખેંચી રહેલો પત્રકાર અને લોકો.

સોની પ્લેસ્ટેશન 4
સોની કોમ્પ્યુટર એન્ટરટેઇનમેન્ટ ઇન્કના પ્રેસિડેન્ટ અને ગ્રુપ સીઇઓ એન્ડ્રયુ હાઉસ સોની પ્લેસ્ટેશન 4ને પ્રદર્શીત કરી રહ્યાં છે.

જાપાની વીડિયો ગેમર
જાપાની વીડિયો ગેમર અને ડિઝાઇનલ ઇજી એઓનોમા પોતાના નવા પ્રોડક્શન ઇ લીજેન્ડ અને જેલ્ટા ધ વિડ વોકર એચડી ઇ 3 શો દરમિયાન પ્રદર્શિત કરી રહ્યાં છે.