For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ટ્વિટર અંગે 10 અજાણ્યા તથ્યો

By Super
|
Google Oneindia Gujarati News

ટ્વિટરે થોડા દિવસ પહેલાં પોતાનો આઇપીઓ લાવવાની ઘોષણા કરી છે. ટ્વિટર પોતાના નવા આઇપીઓ થકી એક અરબ ડોલરની રકમ એકઠી કરવાનો પ્રયત્ન કરશે. ટ્વિટરે પોતાનો આઇપીઓ બજારમાં લાવવા માટે એસ વન ફાર્મ અમેરિકન બજાર નિયામકને સોંપ્યું છે. 2012માં ટ્વિટરની કુલ આક 31.69 ડોલર હતી. કંપનીને 2011માં અંદાજે 7.94 કરોડ ડોલરની ખોટ થઇ હતી. જ્યારે 2012માં કંપનીને જાહેરાતોની મદદથી 8 ટકા સુધીનો ફાયદો થયો હતો.

આંકડાઓ અનુસાર દર મહિને એવરેજ 21.83 કરોડ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. ટ્વિટર પર દરરોજ 50 કરોડ ટ્વિટ કરવામાં આવે છે, જ્યારે 75 ટકા ટ્વિટ મોબાઇલ અને ટેબલેટ પર કરવામાં આવે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ટ્વિટર ઉપભોક્તાઓની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ટ્વિટર સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા તથ્યો અંગે.

બરાક ઓબામા

બરાક ઓબામા

યુએસના રાષ્ટ્રપતિ (@barackobama) બરાક ઓબામા ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર ધરાવનાર ચોથી વ્યક્તિ છે. જેમને 37,614,573 લોકો ફોલો કરે છે. નવેમ્બર 2012માં ચૂંટણી જીતવાની ઘોષણાને 800,000 વાર રી ટ્વિટ કરવામાં આવી હતી.

જસ્ટિન બાઇબર

જસ્ટિન બાઇબર

ટ્વિટરમાં સૌથી વધારે ફોલોઅર્સ કેનેડિયન પોપ ગાયક જસ્ટિન બાઇબર (@justinbieber)ના છે, તેને અંદાજે 45,435,028 લોકો ફોલો કરે છે. ત્યારબાદ વિશ્વમાં સૌથી વધારે ટ્વિટર ફોલોઅર કેટીપેરી (@katyperry)ના છે, કેટી પેરીને 44,254,504 લોકો ફોલો કરે છે.

એવરેજ ટ્વિટર યુઝર

એવરેજ ટ્વિટર યુઝર

એક એવરેજ ટ્વિટર યુઝરને 208 લોકો ફોલો કરે છે અને એક મહિનામાં ટ્વિટર પર અંદાજે 170 મિનિટ વિતાવે છે.

એક્ટિવ ટ્વિટર યુઝર

એક્ટિવ ટ્વિટર યુઝર

ટ્વિટર પર અંદાજે 200 મિલિયન એક્ટિવ યુઝર છે, જેમાંથી 80 ટકા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરે છે.

ફેક એકાઉન્ટ

ફેક એકાઉન્ટ

ટ્વિટર પર અંદાજે 20 મિલિયન ફેક એકાઉન્ટ છે.

હૈશ ટૈગનું ફીચર

હૈશ ટૈગનું ફીચર

2007માં (#) હૈશ ટૈગનો કોન્સેપ્ટ યુઝર્સ દ્વારા આપવામાં આવ્યો હતો.

હૈશટૈગ સર્ચ

હૈશટૈગ સર્ચ

ઓક્ટોબર 2009માં ગુગલ અને માઇક્રોસોફ્ટે પોતાના સર્ચ બારમાં હૈશટૈગ ટ્વિટને જોડી દીધું હતું. આ પહેલાં હૈશટૈગ સર્ચમાં નહોતું.

ટ્વિટર ઓફિસ

ટ્વિટર ઓફિસ

ટ્વિટર સેન ફ્રાન્સિસ્કો બેસ્ડ કંપની છે, જેની ઓફિસ ન્યુયોર્ક, શિકાગો, લોસ એન્જલેસ અને વોશિંગટ્નમાં છે.

ટ્વિટરનો લોગો

ટ્વિટરનો લોગો

ટ્વિટરનો લોગો ગ્રાફિક ડિઝાઇનર સ્ટોન બનાવ્યું હતું.

ડિક કોસટોલો

ડિક કોસટોલો

ટ્વિટરના ચીફ ડિક કોસ્ટોલો પહેલા કોમેડિયન હતો.

English summary
facts about the global phenomenon twitter news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X