ગૂગલના ગુબ્બારા આપશે ફાસ્ટ 3જી ઇન્ટરનેટ કનેક્ટિવિટી
ગુગલ એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેની મદદથી એવા સ્થળો પર સહેલાયથી ઇન્ટરનેટ પહોંચાડી શકાશે, જ્યાં કેબલ લાઇન પહોંચાડવામાં ઘણો ખર્ચ આવે છે. તેમજ આફત પ્રભાવિત વિસ્તારોમાં પણ ઇન્ટરેનટ કનેક્ટિવિટીના બીજા વિકલ્પના રૂપમાં ગુગલ બલૂન ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ગૂગલે ન્યુઝીલેન્ડ નજીક 30 ગરમ હવાવાળા ગુબ્બારા છોડ્યા છે, જે તેમના નક્કી કરાયેલા રસ્તા પર સફર કરશે.

પરંતુ 50 ગુબ્બારા આખા વિશ્વમાં નેવિગેટ કરવા સહેલા નથી. દરેક ગુબ્બારાનો આકાર 15 મીટર છે, જે એક નાના પ્લેન સમાન છે, ગુબ્બારાને ઉપર ઉઠાવવા માટે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સાથે તેમાં રેડિયો એન્ટિના, ફ્લાઇટ કોમ્પ્યુટર, કંટ્રોલ પેનલ અને સોલર પેનલ લગાવેલા છે, જેની મદદથી તેને કન્ટ્રોલ કરવામા આવે છે. ગુગલ અનુસાર ગુબ્બારામાં લાગેલા એન્ટિના અંદાજે 100 દિવસ, 40 કિમી એરિયામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપશે.












Click it and Unblock the Notifications
