આપના વોટ્સએપ અને ફોનમાં કેવી રીતે છૂપાવશો તસવીરો
[ગેજેટ] જો કોઇ સંબંધી અથવા તો ઘરની વ્યક્તિઓ વારંવાર આપના પર્સનલ ફોનને ફંફોસતા હોય અને તેમાં રહેલા ફોટા જોતા હોય ત્યારે આપને હંમેશા એ વાતનો ભય રહેતો હશે કે ફોનમાં રહેલ આપની પર્સનલ તસવીરો કોઇ જોઇ લેશે તો. આવા સમયે આપે શું કરવું જોઇએ અમે અમારા આ લેખમાં આપને જણાવીશું.


તેના માટે આપ પોતાના ફોનમાં Hush Gallery નામની એપ્લિકેશન ઇંસ્ટોલ કરી શકો છો. આ એપ આપના ફોનમાં ફ્રી ફોટોની સાથે વીડિયો હાઇડ કરી શકે છે. એપ્લિકેશનને પોતાના ફોનમાં ઇસ્ટોલ કરો. તેને ઓપન કરો ત્યારબાદ ગેલેરી ઓપ્શનમાં જઇને પોતાનો પાસવર્ડ સેટ કરો. જ્યારે આપ પાસવર્ડ નાખીને ગેલરીમાં જે ફોલ્ડર લોક કરવા ઇચ્છશો લોક કરી શકશો.

વોટ્સએપમાં Hush Galleryની મદદથી આપ ફોટોને ફ્રીમાં છૂપાવી શકો છો, પરંતુ જો આપે વીડિયો છૂપાવવા હોય તો તેના માટે એપને ખરીદવી પડશે. જો આપના ફોનમાં હશ ગેલરી ઇંસ્ટોલ છે તો વોટ્સએપની ફોટો હાઇડ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો ત્યારબાદ જે ફોટોને હાઇડ કરવું હોય તેને લાંબુ પ્રેસ દબાવો, ફોટોની ઉપર પ્રેસ કરવા પર આપની સામે હસ ગેલેરીનું ઓપ્શન આવશે જેને સિલેક્ટ કરવા પર આપની વોટ્સએપ ફોટો હાઇડ થઇ જશે.












Click it and Unblock the Notifications
