જાણો: કેવી રીતે કોન્ટેક્ટ એક ફોનથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરશો

તમે નવો ફોન ખરીદ્યો અને હવે તમે તમારા જૂના ફોનથી તમારા નવા ફોનમાં તમારા બધા મહત્વના કોન્ટેક્ટ ટ્રાન્સફર કરવા માંગો છો. તો આમ કરવા માટે શું કરશો. કોપી, બ્લૂ ટૂથ?

એક ફોનથી મહત્વની માહિતી અને કોન્ટેક્ટ બીજા ફોનમાં નાખવાની અનેક રીતો છે. અને અલગ અલગ લોકો અલગ અલગ રીતે આ કામને પાર પાડે છે. ત્યારે આજે અમે તમને કેટલીક સરળ પદ્ધતિઓ કહેવાના છીએ. જેથી તમે આ કામ સરળતાથી કરી શકો અને તમારા ટાઇમ પણ બચી જાય.

નીચેના ફોટો સ્લાઇડરમાંથી તમને જે પણ પદ્ધતિ સરળ લાગે તે તમે અપનાવી શકો છો. તો જોતા રહો આ ફોટોસ્લાઇડર અને જાણો કેવી રીતે કરશો આ ટ્રાન્સફર...

સિમ ટ્રાન્સફર

સિમ ટ્રાન્સફર

જો તમારા ફોનમાં વધુ પડતા કોન્ટેક્ટ નંબર સેવ નથી તો તમે તમારા જૂના ફોનનું સિમ નીકાળીને તમારા નવા ફોનમાં લગાવી શકો છો. પણ હા તમારા સીમમાં તમારા તમામ નંબર સેવ હોવા જોઇએ. જે બાદ તમે નવા ફોનમાં આ મેમરી કોપી કરી લો.

કમ્પ્યૂટરની મદદથી

કમ્પ્યૂટરની મદદથી

જો તમારા સિમમાં બહુ બધા નંબર હોય તો તમે તમારા ફોનને કમ્પ્યૂટર સાથે કનેક્ટ કરો અને તમારા તમામ કોન્ટેક્ટ પીસીમાં સેવ કરો. ત્યારબાદ નવા ફોનને ડેટા કેબલથી જોડો અને તેમાં ટ્રાન્સફર કરો. વધુમાં જો તમારો ફોન નોકિયા કે બ્લેકબેરીનો હોય તો નોકિયા પીસી સૂટ કે બ્લેકબેરીલિંક પહેલા તમારા પીસીમાં ઇનસ્ટોલ કરો જે તમારા ફોનનો તમામ ડેટા સેવ કરશે.

ક્લાઉડ ફોન ટ્રાન્સફર

ક્લાઉડ ફોન ટ્રાન્સફર

જો તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોય તો તમે તમારા ફોનના કોન્ટેક્ટ સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો. તમે ઓનલાઇન Mobical નામની સર્વિસની મદદથી તમારા તમામ ફોનના કોન્ટેક્ટ ક્લાઉડમાં સેવ કરી શકો છો. તે પછી ક્લાઉડની મદદથી નવા ફોનમાં આ તમામ કોન્ટેક્ટ સેવ કરી લો.

ગૂગલ Sync

ગૂગલ Sync

ગૂગલ સિંક નામની સર્વિસથી પણ તમે તમારા જૂના ફોનના કોન્ટેક્ટ તમારા નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X