આઇએફએના પહેલા દિવસે લોંચ થયા આ શાનદાર ગેજેટ

યુરોપના સૌથી મોટા ગેજેટ શો આઇએફએ 2013ના પહેલા દિવસે અનેક કંપનીઓએ પોતાના ગેજેટ લોન્ચ કર્યાં, જેમાં સોની એક્સપીરિયા ઝેડ 1, સોનીની નવી લેપટોપ સીરીઝ, સોનીનો 20 મેગા પિક્સલ કેમરા ચર્ચામાં રહ્યો. બર્લિનમાં ચાલી રહેલા આઇએફએ 2013માં અંદાજે 70 કંપનીઓ ભાગ લઇ રહી છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આઇએફએ 2013 થકી અનેક કંપનીઓ પોતાના શાનદાર ગેજેટને લોન્ચ કરીને પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓને એક પડકાર પણ આપી રહી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આઇએફએ 2013ના પહેલા દિવસે વિવિધ કંપનીઓ દ્વારા કયા ગેજેટ લોન્ચ કરવામાં આવ્યા છે.

અલ્કાટેલ વન ટચ કિંડલ સ્ટાઇલ ફોન

અલ્કાટેલ વન ટચ કિંડલ સ્ટાઇલ ફોન

ઇવેન્ટના પહેલા દિવસે અલ્કાટેલએ વન ટચ હીરો સ્માર્ટફોન લોન્ચ કર્યો, એન્ડ્રોઇડ બેસ આ નવા સ્માર્ટફોનમાં લીડ કવર આપવામાં આવ્યા છે. ફોનમાં આવનારા કોલ એલર્ટને ટીવી સ્ક્રીન પર પણ જોઇ શકાય છે, સાથે જ ફોનમાં ઇ ઇંક કવર પણ આપવામાં આવ્યું છે, જેનાથી તેને ઇ બુક રીડરની જેમ પ્રયોગ કરી શકાય છે.

સોની સ્માર્ટફોન કેમેરા

સોની સ્માર્ટફોન કેમેરા

સોનીએ QX100 સ્માર્ટફોન કેમેરા લોન્ચ કર્યો જેની મદદથી ક્યૂએચડી વીડિયો રિકોર્ડ કરી શકાય છે. કેમેરાને સ્માર્ટફોનમાં અટૈક કરી વોયલેસ ટેક્નિક દ્વારા પ્રયોગ કરી શકાય છે.

અલ્કાટેલ વન ટચ પ્રોજેક્ટર ફોન

અલ્કાટેલ વન ટચ પ્રોજેક્ટર ફોન

એડ ઓન અલ્કાટેલે પોતાના વન ટચ સ્માર્ટફોન માટે મેચબોક્સની સાઇઝવાળા પ્રોજેક્ટર પણ આઇએફએ 2013મા રજૂ કર્યા. પ્રોજેક્ટરની મદદથી 70 ઇંચ સ્ક્રીન સાઇઝની સ્ક્રીનમાં તમે તમારી મનપસંદ મૂવી જોઇ શકે છે.

ડીવૂમ વાયરલેસ સ્પીકર

ડીવૂમ વાયરલેસ સ્પીકર

પોકેટમાં ફીટ થનારા ડીવૂમ સ્પીકર પણ આઇએફએ 2013માં રજૂ થયા, આ સ્પીકર્સમાં કોઇપણ બ્લ્યૂટૂથ ફોન અને ટેબલેટની મદદથી મ્યૂઝિકની મજા લઇ શકો છો.

પેનાસોનિક વોશિંગ મશીન

પેનાસોનિક વોશિંગ મશીન

પેનાસોનિકને હોમ એપ્લાયેન્સની રેન્જમાં પોતાનું નવું વોશિંગ મશીન બજારમાં ઉતાર્યું, જેમાં વોયસ કમાન્ડના ફીચર આપવામાં આવ્યા છે, એટલે કે આ મશીનમાં બોલીને તમામ કમાન્ડ આપી શકાય છે.

સોની લેપટોપ સીરીઝ

સોની લેપટોપ સીરીઝ

સોનીએ આઇએફએ શોમાં વોયોની નવી ફિટ મલ્ટી ફ્લિપ સીરીઝ લોન્ચ કરી, જેમાં લેપટોપ અને ટેબલેટ બન્નેનો પ્રયોગ કરી શકાય છે. લેપટોપની સ્ક્રીનને ફ્લિપ કર્યા બાદ તેનો ટેબલેટની જેમ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત સોનીના નવી સીરીઝના લેપટોપમાં ટ્રાઇલ્યૂમિયસ ડિસપ્લે આપવામાં આવી છે.

પેનાસોનિક 20 ઇન્ચ ટેબલેટ

પેનાસોનિક 20 ઇન્ચ ટેબલેટ

આઇએફએ 2013ના પહેલા દિવસે પેનાસોનિકે 20 ઇન્ચ સ્ક્રીન સાઇઝ ટેબલેટને પણ રજૂ કર્યો, જેમાં સ્ક્રીન 4કે રિઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યો છે, જે એપલના આઇપેડથી ઘણું વધારે છે.

સોની 20 મેગા પિક્સલ સ્માર્ટફોન

સોની 20 મેગા પિક્સલ સ્માર્ટફોન

સોનીએ 20 મેગા પિક્સલવાળો ઝેડ 1 પણ આ વખથે આઇએફએ 2013માં લોન્ચ કરવામાં આવ્યો. સોનીનો દાવો છે કે ફોનમાં આપવામાં આવેલો કેમેરા, નોકિયાના 40 મેગા પિક્સલ લૂમિયા 1020 કરતા સારું કામ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X