iQOO 12ની પહેલી ઝલક સામે આવી, જોરદાર છે સ્પેશિફિકેશન અને ડિઝાઈન, જાણો કિંમત
iQOO 12 Price: સ્માર્ટફોન મેકર કંપની આઇક્યૂ આગામી મહિનાના પહેલા અઠવાડિયામાં iQOO 12 સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. આ એક ફ્લેગશિપ સ્માર્ટફોન છે, જેને પ્રીમિયમ ડિઝાઈન સાથે ભારતમાં પણ લૉન્ચ કરવામાં આવશે. આ અપકમિંગ ફોનના લૉન્ચ પહેલા તેના ફોટો, ડિઝાઈન અને સ્પેશિફિકેશન્સની જાણકારી સામે આવી ગઈ છે. તો આવો તમારા આ અપકમિંગ ફોનના તમામ ડિટેઈલ્સ તમને જણાવીએ.

ટિપસ્ટર અભિષેક યાદવે X (ટ્વિટર) પર આ ફોનના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં આ ફોનને બ્લેક અને વ્હાઈટ કરલર સાથે જોઈ શકાય છે.
iQOO 12 official first look ✅ 😵💫
— Abhishek Yadav (@yabhishekhd) October 27, 2023
Specifications
📱 6.78" 1.5K OLED display 144Hz refresh rate
Independent display gaming chip Q1
🔳 Snapdragon 8 Gen 3 SoC
TSMC 4nm, Adreno 750 GPU
LPDDR5x RAM and UFS 4.0 storage
🍭 Android 14
- 2x large X-axis linear motor for haptics
📸 50MP… pic.twitter.com/Pyq024Dmoz
iQOO 12ની કિ્ંમત
iQOO 12ની કિંમતની વાત કરીએ તો આ ફોન 65થી લઈ 70 હજાર રૂપિયા સુધીની કિંમતમાં લૉન્ચ થઇ શકે છે. જણાવી દઈએ કે iQOO 11ને ભારતમાં 59999 રૂપિયાની કિંમત સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આ અપકમિંગ ફોનની કિંમતને લઈ હજી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
iQOO 12ના સ્પેશિફિકેશન્સ
iQOO 12માં 6.78 ઈંચની 1.5K OLED ડિસ્પ્લે મળી શકે છે, જે 144Hzના રિફ્રેશ રેટ સાથે રજૂ કરવામાં આવશે. આ હેન્ડસેટ ગેમિંગ દરમિયાન યૂઝરને શાનદાર પરફોર્મન્સની અનુભૂતિ કરાવશે. આમાં ચિપસેટની વાત કરીએ તો કંપની આ ફોનના ક્વાલકૉમની લેટેસ્ટ ચિપ સ્નેપડ્રેગન 8 જેન 3 SOC સાથે લાવી શકે છે. આની સાથે જ તેમાં LPDDR5x રેમ અને UDS 4.0 સ્ટોરેજ મળવાની ઉમ્મીદ છે. જણાવી દઈએ કે આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 14 સાથે લૉન્ચ થશે. ફોટોગ્રાફી માટે તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. જે 50MPનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 64MPનો ટેલીફોટો કેમેરો હશે. જે 3X ઓપ્ટિકલ જૂમ અને 100X ના ડિજિટલ જૂમને સપોર્ટ કરશે. આઈક્યૂ પોતાના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે તેમાં 100Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી આપી શકે છે.
જ્યારે iQoo કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને 2K રિઝોલ્યુશન સાથે 12 પ્રો લાવી શકે છે. જેનો રિફ્રેશ રેટ 144Hz હોઈ શકે છે. આ ફોન એન્ડ્રોઈડ 14 પર આધારિત હોઈ શકે છે. ગેમ લવર્સ માટે આ ફોન વધુ સારો વિકલ્પ બની શકે છે. આ સાથે, આ ફોન રે-ટ્રેસિંગ ફીચર્સથી સજ્જ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
