JioPhone Recharge Plan : ફક્ત આટલા રૂપિયામાં 11 મહિના ચાલશે જીયોનો પ્લાન, કિપેડ ફોન માટે બેસ્ટ
JioPhone Recharge Plan : Jio ના જે પ્લાન વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ, તેની કિંમત 895 રૂપિયા છે. આ JioPhoneનો પ્લાન છે. એટલે કે આ પ્લાન ફક્ત JioPhone યુઝર્સ માટે જ છે. ચાલો જાણીએ આ પ્લાનના બેનિફિટ્સ...
JioPhone 895 Recharge Plan : રિલાયન્સ જીયો ઓછી કિંમતે વધુ લાભ આપવા માટે જાણીતું છે. આપણે આજે Jioના એવા પ્લાન વિશે જાણીશું, જેની વેલિટિડી 11 મહિના છે, અને વેલિટિડીને ધ્યાનમાં રાખીએ તો આ પ્લાન ઘણો સસ્તો છે. આ પ્લાનની કિંમત માત્ર 895 રૂપિયા છે. આ જીયોફોન પ્લાન છે.

JioPhone 895 રિચાર્જ પ્લાન
JioPhoneનો રૂપિયા 895 પ્લાન 336 દિવસની વેલિડિટી આપે છે, એટલે કે સમગ્ર 11 મહિના માટે આ પ્લાન ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં તમને દરેક 28 દિવસના 12 સાયકલ પ્લાન મળે છે. પ્લાનમાં 28 દિવસ માટે 2GB ડેટા ઉપલબ્ધ છે.
પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. પ્લાનમાં 28 દિવસ માટે 50 SMS ઉપલબ્ધ છે. આ સિવાય પ્લાનમાં Jio એપ્સનો એક્સેસ ઉપલબ્ધ છે.

JioPhone 222 રિચાર્જ પ્લાન
JioPhoneનો રૂપિયા 222નો પ્લાન 28 દિવસની વેલિડિટી આપે છે. પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ઉપલબ્ધ છે.

JioPhone 186 રિચાર્જ પ્લાન
JioPhone નો 186 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી પણ આપે છે. જેમાં દરરોજ 1 GB ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
