આ રીતે વધારો આપના ફેસબુક સ્ટેટસની Likes!
[ગેજેટ] આપ હંમેશા ફેસબુક પર પોતાના મિત્રો અને નજીકના સંબંધીઓને તેમના સ્ટેટસ પર અઢળક લાઇક્સ મળવા પર વિચારતા હશો કે આપને પણ આપની પોસ્ટ પર વધારે લાઇક્સ મળે. પરંતુ હવે ફેસબુક પોસ્ટ પર વધારે લાઇક્સ મેળવવી હવે ખૂબ જ સરળ થઇ ગયું છે. હા, જો આપને એ ના ખબર હોય તો આ લેખ જરૂર વાંચો.
જો આપના મનમાં એવો વિચાર આવતો હોય કે અમે અહીં આપને કોઇ એવી ઇલિગલ ટ્રિક બતાવીશું જેના કારણે આપની પોસ્ટ પર ધડાધડ લાઇક્સનો મારો થવા લાગે તો આપનો વિચાર બિલકૂલ ખોટો છે. આ લેખમાં અમે આપને એ સર્વેની માહિતી આપીશું જેને ધ્યાનમાં રાખીને આપ પોસ્ટ કરશો તો આપની પોસ્ટ પર લાઇક્સમાં વધારો થવા લાગશે.
10 અરબ પ્રતિક્રિયાઓને સર્વેમાં સામેલ કરવામાં આવી
આ સ્ટડીમાં સેન ફ્રાંસિસ્કો, પેરિસ, ન્યૂયોર્ક, લંડન, ટોક્યો સહિત અન્ય ઘણા દેશોના શહેરોમાંથી 120 દિવસમાં 14 કરોડ 40 લાખથી પણ વધારે પોસ્ટ અને એક અરબ 10 કરોડ પ્રતિક્રિયાઓ પર અધ્યયન કરવામાં આવ્યું હતું.
સ્લાઇડરમાં જુઓ આ સંશોધનમાં શું છે અને કેવી રીતે આપ વધારી શકશો આપના પોસ્ટ પર લાઇક્સ...

રજાના દિવસોમાં ઓછી લાઇક્સ
હાલમાં જ કરવામાં આવેલા સર્વે અનુસાર આ વાત સામે આવી છે કે જો આપ ફેસબુક પર રજાના દિવસોમાં આપ કંઇ પોસ્ટ કરો છો તો તેની પર આપને લાઇક ઓછી મળશે.

સાંજે 7થી 8 વાગ્યાની વચ્ચે મળે છે સૌથી વધારે લાઇક્સ
સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે જો આપ સાંજે 7થી 8 વાગ્યાની વચ્ચે વધારે લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. અને આ સમયે આપે આપના પોસ્ટ પર વધારે લાઇક મળવાની સંભાવના રહે છે.

શુક્રવારથી રવિવાર સુધી ફેસબુક અપડેટથી બચવું
સાથે સાથે ફેસબુક પર પોસ્ટ લખતી વખતે આપે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. જેમ કે જો આપ શુક્રવારે ફેસબુક પોસ્ટ લખી રહ્યા છો તો સારુ રહશે કે આપ સોમવાર સુધી રાહ જુઓ, જેનાથી આપને વધારે લાઇક મળી શકે.

ઓફિસ ટાઇમમાં લોકો રહે છે ઓનલાઇન
ખરેખર રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે સોમવારથી શુક્રવાર સુધી ઓફિસ ટાઇમ દરમિયાન લોકો ઓનલાઇન હોય છે અને તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

શું છે સર્વેનું તારણ
રિપોર્ટ કરનારી ટીમમાં આદિત્ય રાવ, પ્રાંતિક ભટ્ટાચાર્ય, નિમાંજા સ્પાસોજેવિક અને હિસ્હૈંગ લીનો સમાવેશ થાય છે. તેમણે અધ્યયન બાદ નિકળેલા તારણના આધાર પર જણાવ્યું કે આખા અઠવાડીયાના કામના દરમિયાન જો કોઇ 7થી 8ની વચ્ચે પોસ્ટ કરવામાં આવે છે તો તે સમયે તેને લાઇક્સ, રી-ટ્વિટ, રિપ્લાય અને શેર્સ વધારે કરવામાં આવે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
