Manus AI : Deepseek બાદ હવે ચીનના વધુ એક AI એજન્ટ Manus એ હંગામો મચાવ્યો, જાણો શું છે ખાસ??
Manus AI : હાલમાં જ ચીની એઆઈ ડીપસીકે હંગામો મચાવ્યો હતો. હવે વધુ એક એઆઈ Manus હાલ ચર્ચામાં છે. આ નવા AI એજન્ટને સામાન્ય ચેટબોટ કરતાં વધુ કાર્યક્ષમ અને ઉપયોગી મનાઈ રહ્યું છે.
Manus માત્ર ચેટિંગ માટે જ નહીં પરંતુ શેરબજારનું વિશ્લેષણ, પ્રવાસ માટે વ્યક્તિગત માર્ગદર્શન અને રીઅલ-ટાઇમ સ્વચાલિત કામગીરી માટે પણ ઉપયોગી છે.

Manusને હાલમાં ચાઇનીઝ સ્ટાર્ટઅપ Butterfly Effect દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સહ-સ્થાપક યિચાઓ Peak Jiaએ Manusને માનવ-મશીન સહયોગના નવા યુગ તરીકે વર્ણવ્યું છે અને આ ટેક્નોલોજીને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI) તરફ એક મોટું પગલું ગણાવ્યું છે.
હાલમાં Manus ફક્ત આમંત્રણ આધારિત એક્સેસ પર ઉપલબ્ધ છે. તેમ છતાં તેના સત્તાવાર Discord સર્વરે 1.7 લાખથી વધુ સભ્યો જોડાઈ ગયા છે.
AI ટૂલ Manusના નામની ઉત્પત્તિ લેટિન શબ્દ Mens et Manus પરથી લેવાઈ છે, જે મન અને હાથ એટલે કે જ્ઞાન અને વ્યવહારિક ઉપયોગના સંયોજનનું પ્રતીક છે.












Click it and Unblock the Notifications
