Maruti Suzuki e-Vitara Crash Test : કેટલી સુરક્ષિત છે મારુતિની પહેલી ઇલેક્ટ્રિક SUV? સામે આવ્યો ક્રેશ ટેસ્ટ
Maruti Suzuki પોતાની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક SUV e-Vitara ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ કરવાની તૈયારીમાં છે. ગ્લોબલ ઓટો એક્સ્પો 2025માં રજૂ થયેલા આ મોડલના લોન્ચિંગ પહેલા ક્રેશ ટેસ્ટના સમાચાર સામે આવ્યા છે.
અહેવાલો અનુસાર, Maruti Suzuki e-Vitara એ ઘણા અલગ-અલગ ક્રેશ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કર્યા છે. જો કે, આ India NCAP અથવા Global NCAPનું સત્તાવાર પરીક્ષણ નથી, પરંતુ મારુતિ સુઝુકી દ્વારા આંતરિક સ્તરે કરવામાં આવેલ પરીક્ષણ માનવામાં આવે છે.

e-Vitara ભારતીય બજાર માટે જ નહીં પણ યુરોપ સહિત અનેક વૈશ્વિક બજારો માટે પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ કારણસર અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ કારને હાઈ ક્રેશ રેટિંગ સાથે લોંચ કરાશે.
Maruti e-Vitara એ HEARTECT-E પ્લેટફોર્મ પર આધારિત છે. આ કારમાં 49 kWh અને 61 kWh બે બેટરી વિકલ્પો ઉપલબ્ધ હશે. મોટા બેટરી પેક સાથે 500 કિમીની રેન્જ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Maruti e-Vitara કુલ 10 કલર વિકલ્પો સાથે આવશે, જ્યારે ઈન્ટીરિયરમાં 4 ડ્યુઅલ-ટોન વિકલ્પો ઉપલબ્ધ હશે. આ કાર Delta, Zeta અને Alpha એમ ત્રણ ટ્રિમમાં ઉપલબ્ધ હશે.
મુખ્ય ફિચરની વાત કરીએ તો તેમાં 7 એરબેગ્સ, Ambient લાઇટિંગ, પેડલ ડ્રાઇવિંગ મોડ અને ફિક્સ્ડ ગ્લાસ સનરૂફ હશે.
Maruti Suzuki 2026 ના મધ્ય સુધી નવી ઓલ-ઇલેક્ટ્રિક MPV લોન્ચ કરશે, જે Kia Carens EV સાથે ટક્કરમાં હશે.
Maruti Suzuki e-Vitara ભારતીય EV માર્કેટ માટે એક માઈલ સ્ટોન સાબિત થઈ શકે છે. 500 km રેન્જ, સારા ફીચર્સ અને સુરક્ષા પરીક્ષણો સાથે આ મિડ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV બજારમાં ટક્કર આપવા તૈયાર છે.












Click it and Unblock the Notifications
